• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ઉ.ગુ. યુનિ.પાટણ અને મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત

મહેસાણા | ઉ.ગુ. યુનિ.પાટણ અને મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉ.ગુ. યુનિ.પાટણ અને મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ દ્વારા કમળાબા હોલમાં તા. 17, 18 અને 19 જાન્યુઆરીના રોજ ત્રિ- દિવસીય વક્તૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.

કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં અધ્યક્ષ પદે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.પાટણના કુલપતિ ડો. બી.એ.પ્રજાપતિ, પ્રિ.સુભાષભાઇ બ્રહ્મભટ્ટ અને સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઇ ચૌધરી, એસ.વી. કોલેજ, અમદાવાદના ડો.જગદીશ ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહેશે. જ્યારે અંતિમ ચરણના સમાપન સમારોહમાં શાળાના પ્રમુખ અધ્યક્ષ રમણભાઇ ખમારની અધ્યક્ષતામાં ભો.જે. વિદ્યાભવન, અમદાવાદના રામજીભાઇ સાવલીયાના તેમજ યુનિ.ના ડો. ધર્મેન્દ્રભાઇ પટેલ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...