તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • 21 માર્ચ સુધીમાં 5.59 લાખ વાહનોનો ડેટા નવા સોફટવેરમાં અપડેટ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 માર્ચ સુધીમાં 5.59 લાખ વાહનોનો ડેટા નવા સોફટવેરમાં અપડેટ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરટીઓનીકામગીરીને ઓનલાઇનની સાથે સરળ બનાવવા 21 માર્ચ સુધી જિલ્લાના 5.59 લાખ વાહનોના જુના ડેટાને નવીન સોફટવેરમાં અપડેટ કરાશે. જોકે, અપડેશનની કામગીરી ગાંધીનગરથી ચાલતી હોઇ હાલમાં મહેસાણા આરટીઓમાં વાહનોને લગતી કામગીરી બંધ કરાઇ છે.

મહેસાણા આરટીઓના વાહન 02ના જુના સોફટવેરના 5.59 લાખ વાહનોના ડેટાને વાહન 04 નામના નવા સોફટવેરમાં તા.17 થી તા.21 માર્ચે બપોરે 12 કલાક સુધીમાં અપડેટનું કામ પૂર્ણ થયા બાદ આરટીઓની કામગીરી રાબેતા મુજબ બનશે.

જો કે, અપડેશનની કામગીરી ગાંધીનગરથી હાથ ધરાઇ રહી છે. દરમ્યાન મહેસાણા આરટીઓમાં વાહનોને લગતી તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવાઇ છે. બીજી તરફ જિલ્લાના 35 જેટલા ડિલરોને નવીન સોફટવેરના ઉપયોગ સમયે આધાર કાર્ડ નંબરના આધારે કેવી રીતે લોગીન કરી તેમાં ડેટા અપડેટ કરાશે તેની માહિતી ડેટાબેજ એડ. અંકિતભાઇ દરજી દ્વારા અપાઇ હતી. ઉપરાંત હાલમાં એક વખતમાં એક વાહનનું ઇ-પેમેન્ટ દ્વારા ચુકવણી કરી શકાતી હોઇ નવુ સોફટવેર કાર્યરત થાય તેમાં ડિલરો દ્વારા ઇ-પેમેન્ટનો ઉમેરો કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો