તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઉ ચિલ્ડ્રન હોમનો કિશોર સિવિલમાંથી ભાગ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇની ચોરીના ગુનાઓમાં પકડાયેલા કિશોરને ચામડીની એલર્જીની સારવાર માટે લવાયો\\\'તો

મેઉચિલ્ડ્રન હોમમાંથી ચામડીની એલર્જીની સારવાર માટે અન્ય 3 કિશોરો સાથે મહેસાણા સિવિલમાં લવાયેલો કિશોર ચિલ્ડ્રન હોમના કર્મીઓની નજર ચૂકવી ભાગી જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મુંબઇ શહેરમાં ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા કિશોરને અમદાવાદ બાળ ઓબ્ઝર્વેશન હોમમા રખાયો હતો અને એક સપ્તાહ પૂર્વે મેઉ ચિલ્ડ્રન હોમ્સમા ખસેડાયો હતો. કિશોરને ચામડીની એલર્જી વધતી જોઇ સંચાલક અન્ય 3 બીમાર કિશોરો સાથે તેને શુક્રવારે સીવીલમા સારવાર માટે લઇ ગયા હતા. આંખ વિભાગમા તે પૈકીના એકની સારવાર ચાલતી હતી ત્યારે કિશોર હાજર સંચાલકની નજર ચૂકવીને ભાગ્યો હતો. ડીવીજન પોલીસ મથકમાં તે ગુમ થવા બાબતે જાણવા જોગ નોંધાઇ હતી.

ચિલ્ડ્રન હોમ્સના સંચાલકના કહેવા મુજબ કિશોરની માતા મહેસાણા નજીક ગામમાં રહેતી હોવા છતાં તેને સ્વીકારવાનો ઇન્કાર કરતાં ચિલ્ડ્રન હોમ્સમાં ટ્રાન્સફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો