તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહન ભોજન સંચાલકોની રેલી, ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાનામધ્યાહન ભોજન કેન્દ્રોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવાના સરકારના નિર્ણયના વિરોધમાં શનિવારે પાલિકાના ગ્રાઉન્ડમા એકઠી થયેલી 1500થી વધુ મહિલા સંચાલકોને અટકાવવાનો પોલીસનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.શાબ્દીક ઘર્ષણ વચ્ચે નીકળેલી રેલી કલેકટર કચેરીએ પહોચી હતી પરંતુ રજા હોવાના કારણે કલેકટરની ગેરહાજરીમાં મહેસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ જ્યારે શહેર પોલીસે મંજૂરી વિના રેલી કાઢનાર 10 આયોજકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંતર્ગત કાર્યવાહી કરી હતી.

રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોપ્યા બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ વ્યવસ્થા લાગુ પાડવાની હિલચાલ વર્તાતા શનિવારે જિલ્લાના મધ્યાહન ભોજનના સંચાલકો મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમા એકઠા થયા હતા.જ્યાં એકઠી થયેલી મહિલા સંચાલકોને સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આગળ વધતા પોલીસે અટકાવતા આમને સામને આવી ગયા હતા.જોકે,અહી માત્ર 3 મહિલા પોલીસ હાજર હોઇ પીએસઆઇ પટેલ સહિતની પોલીસે હથિયાર હેઠા મુંકી આયોજકોની અટકાયત કરી હતી.

જ્યારે બીજીબાજુ મહિલાઓએ પોલીસની મંજૂરીનો મુદ્દો અભરાઇએ ચઢાવી બિન્દાસ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોચ્યા હતા પરંતુ રજાનો દિવસ હોઇ જિલ્લા કલેકટરની ગેરહાજરીમાં 10 મહિલા સંચાલકોએ મહેસાણા મામલતદાર વિપુલ ઠક્કરને આવેદનપત્ર આપી સરકારની નિતી સામે રોષ ઠાલવ્યો હતો.શહેર ડીવીજન પોલીસે મધ્યાહન ભોજનના 10 સંચાલકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંતર્ગત કાર્યવાહી કરી હતી.

મહિલા સંચાલકોે સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આગળ વધતા પોલીસે અટકાવતા બંને આમને સામને આવી ગયા હતા. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો