તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા STની ક્રેડિટ સોસા.ની ચુંટણી પર હંગામી મનાઇ હૂકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા STની ક્રેડિટ સોસા.ની ચુંટણી પર હંગામી મનાઇ હૂકમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાએસટી ડિવીઝન દ્વારા સંચાલિત એસટી ક્રેડિટ સોસાયટીની આગામી 20 ઓગસ્ટે યોજાનાર ચુંટણી એસટીના ફિક્સ પગારના કર્મચારીઓને લડવા દેવાના ક્રેડિટ સોસાયટીના નિયમ સામે ફિક્સ પગાર કર્મીએ બોર્ડ ઓફ નોમિનીઝમાં ચુંટણી પર રોક લગાવવા કરેલા દાવાને સ્વિકારી લઇ બોર્ડે આગામી 22 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

ક્રેડિટ સોસાયટીની આગામી 20 ઓગસ્ટે 13 યુનિટની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાવાની હતી. પરંતુ ફિક્સ પગારના કર્મચારી ચુંટણી લડી શકવાના નિયમ વિરૂધ્ધ હાલ પૂરતી ચુંટણી પ્રક્રિયા સ્થગિત રાખવા અેસટી કર્મચારી ઠાકોર પરેશભાઇએ ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો કરવામા આવ્યો છે.

દાવાને પગલે બોર્ડ ઓફ નોમિનીઝના સદસ્ય અને સંયુક્ત રજીસ્ટ્રાર ડી.સી ત્રિવેદીએ ક્રેડિટ સોસાયટીની ચુંટણી પ્રક્રિયા આગામી તા.22 ઓગસ્ટ સુધી મોકૂફ રાખી છે. તો વળી, દાવાની સુનાવણી પણ આગામી 22 ઓગસ્ટે સવારે 11:30 કલાકે રાખી બંને પક્ષોને ઉપસ્થિત રહેવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો