તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીએ દારૂડિયા પતિને જેલમાં પુરાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિનોઅસહ્ય માર ખાતી આવેલી પત્નીએ કંટાળીને દારૂના નશામાં ચૂર પતિને શનિવારે જેલમાં પુરાવ્યો હતો. રોજબરોજના ત્રાસ વચ્ચે મહિલા પતિને ક્યારેય ઘરે મોકલશો, જેલમાં પૂરી રાખજો તેમ કહીને નીકળતી જોઇ હાજર પોલીસ વિચારતી રહી ગઇ હતી.

મહેસાણાના પિલાજીગંજમાં રહેતા રમેશ ઠાકોરના લગ્ન 20 વર્ષ પૂર્વે ભીખીબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન 2 સંતાનોની માતા ભીખીબેનને દારૂડિયો પતિ અવાર નવાર ઢોર માર મારતો હતો અને તેણી મૂગાં મોઢે સહન કરતી હતી. શનિવારે ચિક્કાર દારૂ પીને આવેલા રમેશજીએ ઘરમાં તોફાન શરૂ કરતાં પરિવારજનો ભયભીત હાલતમાં ઘરની બહાર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે દારૂના નશામાં બિભત્સ વર્તન કરી અપશબ્દો બોલતા રમેશજીની ધરપકડ કરી શહેર ડિવિજન પોલીસ મથક લઇ ગયા હતા. પીએસઓ ભરતભાઇએ જણાવ્યું કે, દારૂ પીને પરેશાન કરતા પતિથી કંટાળીને મહિલાએ પતિને જેલમાં પુરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો