તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા મંદિરના ખાતમુહૂર્ત સમયે પ્રમુખ સ્વામી મહારાજે 32 તગારાં માટી ઉંચકી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા મંદિરના ખાતમુહૂર્ત સમયે પ્રમુખ સ્વામી મહારાજે 32 તગારાં માટી ઉંચકી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોચાસણનિવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામિ મહારાજના નિધનથી વ્યથિત મહેસાણાના હરિભક્તો શનિવારે સાંજે મંદિરમાં દોડી આવ્યા હતા અને ધુન કરી હતી. પ્રમુખસ્વામિ મહારાજ 6 વખત મહેસાણા મંદિરમાં પધાર્યા હતા. જેમાં બે વખત તેમની જન્મજયંતી અહીં ઉજવાઈ હતી.

દેશ-વિદેશમાં ફેલાયેલા બોચાસણ નિવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પ્રમુખસ્વામિ મહારાજનું શનિવારે સાંજે સાળંગપુર ખાતે નિધન થયું હોવાના સમાચાર સાંભળતાં હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મહેસાણાના હરિભક્તો સમચાર સાંભળીને રાધનપુર સર્કલ પાસે આવેલા સંસ્થાના સ્વામિનારાયણ મંદિરમાં દોડી આવ્યા હતા. અહીં બે કલાક સુધી સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરાઈ હતી. સંત આદર્શસ્વરૂપ સ્વામિએ સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, ...અનુસંધાનપાન-8બીએપીએસસંસ્થાના 1200થી વધુ મંદિરોમાં સૌ પ્રથમ વખત વર્ષ 1989માં મહેસાણાના મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રમુખસ્વામિ મહારાજે મંદિરના પાયામાં 32 તગારા માટી ઉંચકીને સેવાનો આદર્શ મહિમા સ્થાપિત કર્યો હતો. વર્ષ 1984માં 64મી અને વર્ષ 1994માં 74મી જન્મજયંતી તેમણે મહેસાણામાં ઉજવી હતી. 1994માં મહેસાણાના મંદિરની પ્રતિષ્ઠા તેમના હસ્તે થઈ હતી. ઉપરાંત વર્ષ 1998, 2002 અને 2005માં પણ મહારાજ મહેસાણા મંદિરે પધાર્યા હતા.

આજે દર્શનની વ્યવસ્થા

પ્રમુખસ્વામિમહારાજનાં દર્શન માટે 14મી તારીખે 8 જેટલા જિલ્લાના હરિભક્તો માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

યાદો | બીએપીએસના પ્રમુખસ્વામી મહારાજના નિધનથી વ્યથિત હરિભક્તો મંદિરમાં દોડી આ‌વ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો