• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પુસ્તકાલય મંડળના કર્મીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ

પુસ્તકાલય મંડળના કર્મીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા મુકામે મહેસાણા-પાટણ જિલ્લા પુસ્તકાલય મંડળની કારોબારી સભા ગોવિંદભાઈ ચૌધરી (મેવડ)ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચંદુભાઈ ઓઝા, ભોજનદાતા હરિસંગભાઈ કમાલપુર, મનુભાઈ ચોકસી, જગદીશભાઈ પટેલ, અમૃત ભાઈ દેસાઈ, શાંતિભાઈ ઠક્કર, કાનજીભાઈ ચૌધરી અને હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ મહેસાણા સહળીતના મહાનુભાવોએ હાજરી આપી હતી. સભામાં ત્રણ વર્ષમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને ભેટ આપી વિદાયમાન અપાયું હતું. મહામંત્રી ભાથીભાઈ ચૌધરી, મંત્રી માનસિંહભાઈ ચૌધરી રામપુરા, ખુમજીભાઈ મગરેડાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...