• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગોધરા નજીક અકસ્માતમાં મહેસાણાના સ્વામિનારાયણના સંતોનો આબાદ બચાવ

ગોધરા નજીક અકસ્માતમાં મહેસાણાના સ્વામિનારાયણના સંતોનો આબાદ બચાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના પુરાણસ્વામી સહિત પાંચ સ્વામી ગાડીમાં રવિવારે વહેલી સવારે ગોધરા સત્સંગ પ્રવાસે નીકળ્યા હતા. તેમની ગાડીને ગોધરા નજીક અકસ્માત નડતાં પલટી ખાઇ ગઇ હતી. સદનસીબે તમામ સંતોનો બચાવ થયો હતો.

મહેસાણા મંદિરથી રવિવારે વહેલી સવારે 4-30 વાગ્યે કડી, કલોલ, મહેસાણા, પાટણ, ઊંઝા સહિતના હરિભક્તો ત્રણ લકઝરીમાં ગોધરા, રતનમાળ, સાંતકુડા વગેરે સ્થળે સત્સંગ પ્રવાસે નીકળ્યા હતા. સાથે વિષ્ણુભાઇની ગાડીમાં પુરાણસ્વામી, અનાદી સ્વામી, નિર્દોષ (મોટાસ્વામી) સ્વામી, સત્સંગ સ્વામી સહિત પાંચ સંતો સવાર થઇ ગોધરા નજીક પહોંચવા આવ્યા ત્યારે તેમની ગાડી સવારે 6.45 વાગે રોડ સાઇડ પલટી ખાઇ ગઇ હતી. સદનસીબે સંતો સહિતનો આબાદ બચાવ થયો હતો. પાછળ સત્સંગી ભાઇઓની લકઝરી આવતી હોઇ તેમાં બેસીને સંતો પ્રવાસમાં જોતરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...