તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ઋત્ત્વિજ પટેલ મહેસાણામાં, શહીદ દિન 23મીએ કૂચનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઋત્ત્વિજ પટેલ મહેસાણામાં, શહીદ દિન 23મીએ કૂચનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપ કાર્યાલયથી ગાયત્રી મંદિર સુધી રેલી ફરશે

ભાજપયુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્ત્વિજ પટેલ શુક્રવારે મહેસાણા આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધીને આગામી 23 માર્ચે શહીદ દિને મહેસાણામાં કૂચ રેલી કાઢવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે વાત કરતા તેણે રાબેતા મુજબ કોંગ્રેસને શાબ્દિક ચાબખાં પણ માર્યા હતા.

મહેસાણા ભાજપ કાર્યાલયમાં શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યે પહોંચેલા ઋત્ત્વિજ પટેલે રોડ-શો દરમિયાનના થપ્પડ પ્રકરણને યાદ કરી, કોંગ્રેસને આડા હાથે લઇને કાર્યકરોના ઉમળકાને આવકાર્યો હતો. સાથે 23 માર્ચે શહિદ દિને ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ યુવા મોરચાને જોડતી પગપાળા કૂચ મહેસાણામાં આયોજિત કરવા અંગે ચર્ચા કરી હતી. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મહેશ પટેલે માહિતી આપતાં કહ્યું કે, પગપાળા કૂચ 23 મી ભાજપ કાર્યાલયથી ગાયત્રી મંદિર વિસ્તારમાં ફરશે, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ કૌશિકભાઇ પટેલની હાજરીમાં યુવાનો જોડાશે.

યુવા નેતાએ બેઠા-બેઠા પ્રવચન આપ્યુ

ભાજપ કાર્યાલયમાં યુવાનોથી ખીચોખીચ સભાખંડમાં ભાજપ મહામંત્રીએ ઉભા થઇને સંબોધન કર્યું હતું. જ્યારે યુવા નેતા ઋત્ત્વિજ પટેલે ઉભા થવાનું ટાળીને ડાયસ પર બેઠા-બેઠા કાર્યકર્તાઓને સંબોધતા આશ્ચર્ય ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો