તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા તાલુકાના 42 ગામમાં નબળી કર વસુલાત કરતા તલાટીઓને નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા તાલુકાના 42 ગામમાં નબળી કર વસુલાત કરતા તલાટીઓને નોટિસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચ અંત સુધીમાં કરવસુલાત નહિ કરનારના પગાર અટકાવાશે : ટીડીઓ

નાણાકીયવર્ષનો માર્ચ અંતિમ મહિનો ચાલી રહ્યો છે ત્યાં હજુ મહેસાણા તાલુકાના 108 ગામ પૈકી 42 ગામમાં 80 ટકા કરતા ઓછી કરવસુલાત કરતા તલાટીઓને ટીડીઓ દ્વારા કારણદર્શક નોટીશ પાઠવવામાં આવી છે.મહિનાના અંત સુધીમાં બાકી કર વસુલાન નહિ કરનાર તલાટીઓને પગાર અટકાવવા માટે કાર્યવાહી કરાશે તેવી ટીડીઓેએ તાકીદ કરી હતી.

મહેસાણા તાલુકા પંચાયત દ્વારા માર્ચ મહિનામાં ગ્રામપંચાયતનોમાં બાકી કરવેરા વસુલાત સધન કરાવવામાં આવી છે.જેના ભાગરૂપે ગુરુવારે તાલુકા પંચાયતમાં મળેલ બેઠકમાં તમામ ટીડીઓનો કરવસુલાત અંગે રીવ્યુ લેવાયો હતો.જેમાં 80 ટકાથી ઓછી કરવસુલાતના ગામ ધરાવતા તલાટીઓને સાત દિવસમાં ખુલાસો કરવા નોટીશ બજાવવામાં આવી છે.જે પૈકી કેટલાક ગામમાં હજુ 50 ટકા જેટલી કર વસુલાત થઇ છે.જ્યારે તાલુકાના 66 ગામમાં 80ટકા વેરા સુલાત થવા પામી છે.

ગત વર્ષ કરતા વધુ કરવસુલાતમાં પંચાયતને 10 વધુ વિકાસ ફાળાની જોગવાઇ

મહેસાણાટીડીઓ દિલીપભાઇ પટેલે જણાવ્યુ હતું કે, અગાઉના વર્ષ કરતા ચાલુ વર્ષે જે ગ્રામ પંચાયત વધુ કર વસુલાત કરે તે ગ્રામ પંચાયતને સરકાર દ્વારા 10 ટકા વધુ વિકાસ ફાળો આપવામાં આવે છે. જે ગામના વિકાશ કામો પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે.નબળી કર વસુલાતના ગામોના તલાટીને નોટીશ આપી છે.માર્ચ સુધીમાં પૂર્ણ નહિ થાય તો પગાર અટકાવવા સુધીની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો