તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના પડઘમની વચ્ચે કોચવા ગામ સમરસ બન્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયતી રાજ અમલી બાદ એક પણ વાર કોચવા ગ્રામપંચાયતી ચૂંટણી યોજાઇ નથી

મહેસાણાતાલુકાના કોચવા (કંચનપુર) ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ વચ્ચે ફરી એકવાર સમરસ બન્યું છે. ઉલ્લેખનીય છે કે, 1500 ની વસ્તી ધરાવતા કોચવા ગામમાં પંચાયતી રાજના અમલ બાદ એકપણ વખત ચૂંટણી યોજાઇ નથી.

ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઢંઢેરો પીટાઇ ગયો છે, શનિવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે. તેવામાં ચૂંટણીના પડઘમ વચ્ચે કોચવા(કંચનપુર) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઇ છે. ઠાકોર, પ્રજાપતિ, બારોટ, દેસાઇ, પટેલ અને ગોસ્વામી સમાજની 1500ની વસ્તી ધરાવતા ગામમાં પંચાયતી રાજના અમલ બાદ એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ નથી. પરંપરાને ગ્રામજનો આગળ વધાવી રહ્યા હોય તેમ ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થાય તે પહેલાં સર્વાનુમતે ગામના અશોકભાઇ વી.બારોટને સરપંચ પદે વરણી કરી અભિવાદન સમારોહ યોજયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો