તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ગ્રામ વિકાસની યોજનાના કર્મીઓની હડતાળમાં ઇ ગ્રામના આઉટસોર્સીંગ કર્મચારીઓ જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ વિકાસની યોજનાના કર્મીઓની હડતાળમાં ઇ-ગ્રામના આઉટસોર્સીંગ કર્મચારીઓ જોડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાજિલ્લા ગ્રામ વિકાશ એજન્સી રાહે સરકારની મનરેગા, સ્વચ્છ ભારત મિશન સહિતની યોજનાઓમાં જિલ્લા અને તાલુકાકક્ષાએ કરાર આધારીત ,આઉટસોર્સીગથી ફરજ બજાવતા 300થી વધુ કર્મચારીઓની હડતાળ બીજા દિવસ શુક્રવારે પણ યથાવત રહેતા કચેરીઓમાં વિવિધ શાખાઓમાં કર્મચારીઓ વગર સન્નાટો પ્રસર્યો હતો.

દરમ્યાન ઇગ્રામમાં તાલુકા, જિલ્લાલેવલે આઉટસોર્સથી કામ કરતા 26 કર્મચારીઓ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે હડતાલમાં જોડાયા હતા.

ગ્રામ વિકાસની યોજનાઓમાં 11માસના કરાર આધારિત તેમજ આઉટ સોર્સીગથી ભરતી થયેલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા ગ્રામ વિકાસની કામગીરી ઠપ્પ થવાના સંકેતો સાંપડી રહ્યા છે. શુક્રવારે બિલાડી બાગમાં ઇગ્રામ સહિત કર્મચારીઓ એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો