• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ખાનગી કૃષિ યુનિ. ના છાત્રોને પ્રવેશ મામલે જગુદણ બાગાયત કોલેજના છાત્રોનો વિરોધ

ખાનગી કૃષિ યુનિ. ના છાત્રોને પ્રવેશ મામલે જગુદણ બાગાયત કોલેજના છાત્રોનો વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી યુનિવર્સિટીના કૃષિ સ્નાતક કોર્સના વિદ્યાર્થીઓને સરકાર માન્ય કૃષિ યુનિ.ઓમાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ આપવાના વિરોધમાં દાંતીવાડા યુનિવર્સિટી સંલગ્ન જગુદણ બાગાયત મહાવિદ્યાલયના 115 વિદ્યાર્થીઓએ મંગળવારે ધરણાં યોજ્યા હતા. બાદમાં મહેસાણા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

બીએસસી હોર્ટિકલ્ચરના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદ સરકારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બીએસસી પછી કોમન એન્ટરન્સ ટેસ્ટ લઇ અનુસ્નાતક (પીજી)માં પ્રવેશ ફાળવાય છે. જેમાં 50 ટકા બીએસસીના ગુણમાંથી અને 50 ટકા પ્રવેશ પરીક્ષા આધારે મેરિટ તૈયાર કરાય તો ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓને તકથી સરકાર માન્ય યુનિ.ના વિદ્યાર્થીઓને પ્રવેશમાં નુકસાન થઇ શકે. ધોળકાની રાય યુનિ.ના બીએસસી અનુસ્નાતક માટે સરકારી કૃષિ યુનિ.માં પ્રવેશની માંગ કરી છે.

વિદ્યાર્થીઓએ કોલેજમાં ધરણાં યોજ્યા હતા

પર્યાપ્ત સુવિધાઓ વગર જ ખાનગી કોલેજો ચાલે છે
વિદ્યાર્થીઓએ કહ્યું કે, ધોળકાની રાય યુનિ.માં ચાલતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમને યોગ્ય વિભાગની મંજૂરી નથી. આઇસીએઆરના ધારાધોરણો મુજબ એગ્રીકલ્ચર કોલેજ માટે ફરજિયાતપણે 50 હેક્ટર જમીન જરૂરી છે. એગ્રોનોમી, સોઇલ સાયન્સ, પેથોલોજી, એન્ટોમોલોજી જેવી પ્રયોગશાળાઓ તથા લાયકાત ધરાવતી ફેકલ્ટી જરૂરી છે. આવી પર્યાપ્ત સુવિધા ખાનગી કોલેજો પાસે નથી.

અન્ય સમાચારો પણ છે...