તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • રાજપૂત કરણી સેનાએ શ્રીનગર લાલચોકમાં તિરંગો લહેરાવ્યો

રાજપૂત કરણી સેનાએ શ્રીનગર લાલચોકમાં તિરંગો લહેરાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના હોદ્દેદારો, કાર્યકરોએ 15મી ઓગસ્ટે શ્રીનગર લાલચોકમાં તિરંગો લહેરાવ્યા બાદ મહેસાણામાં શહેર સ્થાપક મેસાજી ચાવડા પ્રતિમાએ ફુલહાર અર્પણ કરી દર્શન કર્યા હતા.

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત, ડી.જી. વણઝારા, કરણીસેના ગુજરાત ઉપાધ્યક્ષ અજયસિંહ રાજપૂત, જિલ્લા પ્રમુખ કિરણસિહ ચૌહાણ સહિતે સોમવારે સાંજે મેસાજી ચાવડાની પ્રતિમાના દર્શન કર્યા હતા. મહેસાણામાં મળેલી બેઠક અંગે જિલ્લા પ્રમુખ કિરણસિંહ ચૌહાણે કહ્યું કે, શ્રીનગર લાલચોકમાં તિરંગો લહેરાવા ફારૂક અબ્દુલાએ ચેલેન્જ આપી હતી, તેને પડકારીને રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહે 15મી ઓગસ્ટે શ્રીનગર લાલચોકમાં તિંરગો લહેરાવ્યો હતો. તેમની સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના પ્રમુખ સહિત 20 સભ્યો આ રાષ્ટ્રીય પર્વે તિરંગા કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...