તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • આગલોડમાં રિક્ષામાં પેસેન્જર ભરવા મુદ્દે બબાલ, 2ને ઇજા

આગલોડમાં રિક્ષામાં પેસેન્જર ભરવા મુદ્દે બબાલ, 2ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકાના આગલોડ ગામે રિક્ષામાં મુસાફર ભરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ લાકડી, ધોકા વડે બંને પક્ષે હુમલો કરાતાં 2 જણાને ઇજા થઇ હતી. બનાવ અંગે 4 વ્યક્તિઓ સામે લાડોલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આગલોડમાં સાબરનગરમાં રહેતા લક્ષ્મણજી અમથાજી પરમારનો પુત્ર આગલોડ બસ સ્ટેન્ડ પાસે રિક્ષા લઇને ઉભો હતો, તે સમયે અહીં આવેલા નારણજી ફતાજી પરમારે તેને અહીં કેમ પેસેન્જર ભરે છે તેમ કહી અપશબ્દો કહેતાં તેણે ઘરે જઇને વાત કરી હતી. લક્ષ્મણજીની પત્ની નજીકમાં રહેતા નારણજી પરમારના ઘરે ઠપકો આપવા જતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને પક્ષો સામ સામે આવતાં તલવાર, લાકડી, ધોકાથી થયેલા હુમલામાં વચ્ચે પડેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે વિજાપુર દવાખાને લઇ જવાયા હતા. લાડોલ પોલીસે લક્ષ્મણજી પરમારની ફરિયાદ આધારે નારણજી ફતાજી પરમાર અને શંકરજી ફતાજી પરમાર સામે, સામે પક્ષે નારાયણજી પરમારની ફરિયાદ અાધારે જીતેન્દ્રજી લક્ષ્મણજી પરમાર અને લક્ષ્મણજી અમથાજી પરમાર સામે ગુનો નોંધી એએસઆઇ ગોવિંદભાઇએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...