તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ડીઆરએમે નવિન સ્ટેશન પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું

ડીઆરએમે નવિન સ્ટેશન પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદરેલવે ડિવિઝનના ડીઆરએમએ સોમવારે બપોરે નવા બની રહેલા મહેસાણા રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી. જ્યારે બીજીબાજુ મીટરગેજ ટ્રેનો બંધ થતાં પડતી હાલાકી મુદ્દે બ્રોડગેજ ટ્રેન શરૂ કરવા મુસાફરોએ માંગણી કરી હતી.

અમદાવાદ ડિવિઝન ડીઆરએમ રાહુલ અગ્રવાલ સોમવારે બપોરે 3 કલાકે સ્પેશિયલ ટ્રેનમાંથી મોટા કાફલા સાથે ઉતરી સીધા ગોપીનાળા બાજુ બની રહેલા નવા રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં સ્ટેશન અને પ્લેટફોર્મ સંબંધે જરૂરી વિગતો મેળવી બાકીના કામો અને તે પૂર્ણ કરવા માટેના સમયગાળા સંબંધે ચર્ચા સાથે જરૂરી સૂચના આપી હતી. ત્યાર બાદ તેમણે રેલવે સ્ટેશન અને કોલોનીની મુલાકાત લીધી હતી. સ્ટેશન પર હાજર ઝેડઆરયુસીસી મેમ્બર રાજુભાઇ ભટ્ટ સહિતે મીટરગેજ ટ્રેનો બંધ થતાં મુસાફરોને પડતી હાલાકી નિવારવા બ્રોડગેજ ટ્રેન શરૂ કરવા માંગણી કરી હતી. 17 નવેમ્બરે જીએમ મહેસાણા આવનાર હોઇ સ્ટેશનથી માંડી સ્વચ્છતાના મુદ્દે ચોક્સાઇ રખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...