• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ધંધાના હિસાબ બાબતે ભાગીદારનું અપહરણ કરી 50 હજાર ખંડણી માંગી

ધંધાના હિસાબ બાબતે ભાગીદારનું અપહરણ કરી 50 હજાર ખંડણી માંગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધામાં હિસાબ લેવાનો બાકી હોવાનું કહી કડીના ખાવડ પાસેથી ભાગીદારનું કારમાં અપહરણ કરી રૂ.50 હજારની ખંડણી માંગી રૂ.32,840ની લૂંટ કરી નાસી ગયેલા 4 વ્યક્તિઓ સામે બાવલુ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

મૂળ પાટણના કામલપુરના અને હાલ કલ્યાણપુરા, ખોડિયારનગરમાં રહેતા અશોકભાઇ પ્રજાપતિ સાથે ખાવડથી વેકરા ગામ તરફ જવાના માર્ગે આવેલી નર્મદા કેનાલના પુલ ઉપર હસુભાઇ પટેલ અને દિલીપભાઇ પટેલે 1.20 લાખના હિસાબ બાબતે બોલાચાલી કરી હતી. અહીં તેમને ધોકાથી માર મારી સફેદ રંગની કારમાં અપહરણ કરી મોરબી ભરતનગરની સામે કંપનીની ઓફિસમાં ગોંધી રાખ્યા હતા. બાદમાં રૂ.50 હજારની ખંડણી માંગી તેમના પાકીટમાંથી રોકડ રૂ.32,840 અને બાઇકની ચાવી લૂંટી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. જે અંગે અશોક પ્રજાપતિએ હસુ પટેલ (હીરાપુરા, વિરમગામ), દિલીપ ગોરધન પટેલ (કલ્યાણપુરા, ) અને બીજા બે સામે લૂંટ અને ખંડણીની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ સી.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ રિપોર્ટર | મહેસાણા

અન્ય સમાચારો પણ છે...