તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેદિયાસણ જીઆઇડીસીમાં આજે અભ્યાસ કીટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | દેદિયાસણ સ્થિત જીઆઇડીસી પ્રાથમિક શાળાના બાળકોને ઓએનજીસીના સહયોગથી બુધવારે સાંજે 5 કલાકે ગણવેશ, બૂટ,મોજા,ગરમ સ્વેટર તેમજ ટોપી સહિત અભ્યાસ કીટ વિતરણ કાર્યક્રમ દેદિયાસણ સ્થિત આત્મારામકાકા ફિઝિયોથેરાપી સેન્ટર હોલ ખાતે યોજાશે. જેમાં સાંસદ જયશ્રીબેન પટેલ, ઓએનજીસી જનરલ મેનેજર અનુરાગ, એચઆર ડેપ્યુટી જનરલ મેનેજર આર.એસ. નારાયણી, જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, મહેસાણા જીઆઇડીસીના ડીએમ રાજેશભાઇ ભોજક તેમજ દેદિયાસણ જીઆઇડીસીના પ્રમુખ જી. કે. પટેલ વગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...