તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગણપત યુનિ.ની એન્જિનિયરિંગ કોલેજ દ્વારા એચ. આર. કોન્કલેવનું આયોજન

ગણપત યુનિ.ની એન્જિનિયરિંગ કોલેજ દ્વારા એચ. આર. કોન્કલેવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણપત યુનિવર્સિટીની યુ.વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગના યજમાન પદે તાજેતરમાં એક દિવસીય એચ. આર. કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં આ ઇન્ડસ્ટ્રીયલ- એકેડમિયા સંવાદ રૂપ કોન્કલેવમાં રિફર્બિશિંગ એકેડમી સિવિલાઇઝેશન ફોર કોર્પોરેટ નીડ્સ વિષય પરની ચર્ચામાં ગુજરાતના અગ્રણી એચ.આર. નિષ્ણાતોએ વિષદ્દ ચર્ચા-વિમર્શ દ્વારા વિદ્યાર્થીઓને તેમજ પ્રાધ્યાપકોને કંપની દ્વારા થતા પ્લેસમેન્ટ અંગે મહામૂલું માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ અવસરે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ (વાઇસ ચાન્સેલર) પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ વિવિધ કંપનીઓના હ્યુમન રિસોર્સિસ મેનેજર્સ, એક્ઝિક્યુટિવ્સને સંબોધન કર્યું હતું. તેમજ વિવિધ ઉદ્યોગો, વ્યાપાર, અને સેવાઓ માટે જરૂરી માનવ સંસાધન ટ્રેઇન કરવા જે તે ક્ષેત્રની અનિવાર્યતા મુજબ કંઇપણ કરવા તૈયાર હોવાની ખાત્રી આપી હતી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ અને ટેકનોલોજી ફેક્લટી ડીન પ્રો. ડો. કિરણ અમીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

ગિફ્ટસિટી (ગાંધીનગર)ના એચ.આર. વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ કરિયા ઉપરાંત કોકા કોલાના પ્રોડક્શનના મેનેજર હિરક રાવલ, એસ. પી. ગ્લોબલ કંપનીના ટેકનોલોજી હેડ પ્રતિક મોદી, એસિકના પ્રણવ જોષી, જોહ્ન એનર્જીના એચ. આર. વી.પી. પ્રશાંત વૈદ્ય, શરદ સુથાર, ઇવોસિસના એચ.આર.મેનેજર ભરતભાઇ ધ્વનેશ્વરી, ટીસીએસના મયંક સિંઘ સહિત નિષ્ણાતોએ નિષ્ણાત-જ્ઞાન પિરસ્યું હતું.

કાબિલ બનો, કામયાબી કે પીછે મત ભાગો
સ્ટીલકો ઇન્ડસ્ટ્રીના સીઇઓ મિતેશ શાહે એક મહત્વની ટીપ આપતાં વિદ્યાર્થીઓને કહ્યું કે, માત્ર ડિગ્રી મેળવવા ભણો નહીં, પરંતુ વધુમાં વધુ શીખવાની ભાવના સાથે ભણો, થ્રી ઇડિયટ્સ ફિલ્મના પ્રાણરૂપ સંદેશ મુજબ કાબિલ બનો, કામયાબી કે પીછે મત ભાગોનું વિદ્યાર્થીઓને સ્મરણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...