તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરોઇ ડેમમાં સિઝનનો પહેલો વરસાદ 15 મીમી નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં સોમવાર રાતથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 તાલુકામાં 1 થી 5 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ધરોઇ ડેમ સાઇટ પર 15.40 મીમી સાથે સિઝનનો પહેલો વરસાદ પડ્યો હતો. જેને લઇ મહત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રીના ઘટાડા સાથે 38.0 ડિગ્રી તાપમાન રહયું હતું.

સોમવાર સાંજ પછી થયેલા છુટા છવાયા વરસાદમાં વિસનગરમાં 5 મીમી, સતલાસણામાં 4 મીમી, વિજાપુરમાં 3 મીમી, મહેસાણામાં 1 મીમી અને જોટાણા પંથકમાં 2 મીમી વરસાદ પડ્યો હતો. તેમજ સોમવારે મોડી સાંજે થયેલા વરસાદને લઇ ધરોઇ ડેમ સાઇટ પર 15.40 મીમી વરસાદ નોંધાયો હતો. જેને લઇ મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 1.3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના મતે વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે.

કુલ વરસાદ
તાલુકો વરસાદ(મીમી)

બહુચરાજી 00

જોટાણા 02

કડી 02

ખેરાલુ 00

મહેસાણા 13

સતલાસણા 04

ઊંઝા 00

વડનગર 00

વિજાપુર 03

વિસનગર 05

અન્ય સમાચારો પણ છે...