તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પોસ્ટની કામગીરી અોનલાઈન : નાણાકીય લેવડ દેવડની કામગીરી હવે એક જ કાઉન્ટર પરથી થશે

પોસ્ટની કામગીરી અોનલાઈન : નાણાકીય લેવડ-દેવડની કામગીરી હવે એક જ કાઉન્ટર પરથી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની હેડ પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની મોટી 53 પોસ્ટ ઓફિસો મંગળવારથી અોનલાઇન થઇ ગઇ છે. જેને લઇ નાણાકીય લેવડ દેવડ સહિતની કામગીરી હવે એક જ કાઉન્ટર પરથી થઇ શકશે. અત્યાર સુધી એક ટેબલથી બીજા ટેબલ ગ્રાહકોને જવું પડતું હતું.

મહેસાણા હેડ પોસ્ટ ઓફિસમાં ડિઝિટલાઇઝેશન સુવિધાનો પ્રારંભ પોસ્ટ માસ્ટર જનરલ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, ડિવિઝન સુપ્રિટેન્ડેન્ટ પી.એમ. પટેલ, રાજેન્દ્રપુરી ગોસ્વામી સહિતની હાજરીમાં કરાયો હતો. સુપ્રિટેન્ડેન્ટ પી.એમ.પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી કાઉન્ટર દીઠ કોમ્પ્યુટર સિસ્ટમમાં બે- ત્રણ પ્રકારની ગ્રાહકલક્ષી કામગીરી કરી શકાતી હતી. જેમાં કિસાન વિકાસપત્ર, રીકરીંગ, ડિપોઝિટ, રજીસ્ટર્ડ પાર્સલ, પીએલઆઇ, વિદ્યાર્થીઓના પરીક્ષા ચલણ વગરેનો સમાવેશ થતો હતો. એટલે નાણાંની લેવડ દેવડની એક કરતાં વધુ કામગીરી માટે આવતાં ગ્રાહકોને હવે જે કાઉન્ટર પર ગ્રાહક હોય ત્યાંથી જ એક સાથે બચત બેંક, પીએલઆઇ કે પાર્સલ સહિતની કામગીરી નવા સોફ્ટવેરથી શક્ય બની છે.

હાલ લાઇટબિલ નહીં સ્વીકારાય
પોસ્ટની કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર સોફ્ટવેરમાં લાઇટબિલ પોર્ટલ વ્યવસ્થા એટેચ ન હોઇ જ્યાં સુધી લીંકેજ ન થાય ત્યાં સુધી ગ્રાહકોના લાઇટ બિલ પોસ્ટ ઓફિસોમાં સ્વીકારાશે નહીં. જીઇબીના પોસ્ટ વિભાગ સાથે ટેકનિકલી લીંકેજ પછી ગ્રાહકોના વીજબિલ સ્વીકારવાની સુવિધા પોસ્ટ ઓફિસોમાં શરૂ થશે તેમ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...