તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાટીદાર શહીદયાત્રા મહેસાણાથી વિસનગર થઈને વિજાપુર પહોંચી

પાટીદાર શહીદયાત્રા મહેસાણાથી વિસનગર થઈને વિજાપુર પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા મંગળવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બલોલથી નીકળી મીઠા અને સામેત્રા થઇ મહેસાણા પહોંચી હતી. અહીં દેદિયાસણ અને પાટીદાર ચોકમાં સ્વાગત બાદ ટહુકો પાર્ટી પ્લોટ પાસે નીલકંઠ મહાદેવની પાસે પાટીદારોએ સમૂહ અારતી ઉતારી હતી. જેમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખો રઇબેન પટેલ અને નિમીષાબેન પટેલ હાજર રહ્યા હતા. ત્યાર બાદ મોઢેરા સર્કલ પહોંચી શહીદો અમર રહો..., જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી યાત્રા રાધનપુર ચોકડી પહોંચી હતી. અહીં ઠાકોર સમાજે તેનું સ્વાગત કર્યા બાદ યાત્રા ગોપીનાળાથી માનવ આશ્રમના માર્ગે પીલુદરા ગામે પહોંચી હતી. ત્યાંથી યાત્રા વડુથી વાલમ પહોંચતાં ભવ્ય સ્વાગત બાદ તે વિસનગર થઇ રાત્રે વિજાપુર પહોંચી હતી.

શહીદયાત્રાનું લાડોલ ગામમાં રાત્રિ રોકાણ
યાત્રા વિસનગર તાલુકાના ગામોથી પસાર થઇને વિજાપુરના રણાસણ, ફુદેડા, મોરવાડ, રાણીસણા, જંત્રાલ સહિતના ગામે શહીદ યાત્રા ફર્યા બાદ રાત્રે લાડોલ પહોંચી હતી. જ્યાં રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે 8 વાગ્યે ઇડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. બપોરે વડાલીમાં વિરામ બાદ રાત્રે હિંમતનગર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...