Home » Uttar Gujarat » Latest News » Mehsana » મહેસાણામાં મોઢેરા રોડથી રાધનપુર રોડને જોડતા રસ્તા પરના દબાણો હટાવી ખુલ્લો કરો

મહેસાણામાં મોઢેરા રોડથી રાધનપુર રોડને જોડતા રસ્તા પરના દબાણો હટાવી ખુલ્લો કરો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:16 AM

GIDC નજીકથી એરોડ્રામ સુધીના રસ્તા પરની 9 સોસાયટીના રહીશોની માંગ દબાણો હટાવવા અધિક કલેકટર અને જિલ્લા વિકાસ...

  • મહેસાણામાં મોઢેરા રોડથી રાધનપુર રોડને જોડતા રસ્તા પરના દબાણો હટાવી ખુલ્લો કરો
    મહેસાણામાં મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટથી શક્તિધારા સોસાયટી સુધી 18 ફૂટના ખુલ્લા રોડ પછી આગળ રાધનપુર રોડ સુધીના 300 મીટરનો રસ્તો 10 ફૂટ જ ખુલ્લો હોઇ સ્કૂલના બાળકો, રહીશો તેમજ જીઆઇડીસી તરફના સતત વાહન ટ્રાફિકથી વાંરવાર અકસ્માતનો ભય સતાવતો હોઇ દબાણો દૂર કરીને રોડ પહોળો કરવા વિસ્તારની નવ સોસાયટીના પ્રમુખ સહિત હોદ્દેદારો દ્વારા નિવાસી અધિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરાઇ. GIDCથી એરોડ્રામ સુધીના રસ્તા પરના દબાણો મુદ્દે રહીશો આક્રમક બન્યા છે.

    જિલ્લા પંચાયત દ્વારા અવસર પાર્ટીપ્લોટથી રાધનપુર રોડને જોડતા રસ્તાનું રૂા.2.10 કરોડના ખર્ચે સી.સી રોડ બનાવાયો છે. રસ્તાના નાળા પર રૂા.50 લાખના ખર્ચે પાકો પુલ બંધાયો છે. આ રસ્તા પરની નવ સોસાયટી તેમજ એક્ઝોટીકા સ્કૂલ છે. જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મોઢેરા રોડથી શક્તિધારા સોસાયટી સુધી રોડ કામ પૂર્ણ કરાયુ પરંતુ ત્યાંથી રાધનપુર રોડને જોડતા 300 મીટર રસ્તા પર બંને બાજુ 6,6 ફૂટમાં વાડા, વરંડા રૂપમાં દબાણ હોઇ રસ્તાનું કામ અધૂરી છોડી દેવાયુ છે. જેમાં 300 મીટર લંબાઇનો રસ્તો 10 ફૂટ જ ખુલ્લો છે અને તેના પર ઝાલ, વીજ થાંભલા હોઇ અકસ્માતનો ભય રહે છે. આ અંતરમાં દબાણ દુર કરી 28 ફુટ પહોળો રોડ કરવાની જરૂરીયાત વ્યકત કરી હતી.

    આ નવ સોસાયટીના રહીશોએ માગણી કરી

    તિરૂપતી રોયલ બંગલોઝ, મણીધરપાર્ક, શ્રીકાન્ત એજ્યુકેશન સેવા ટ્રસ્ટ, એક્ઝોટીકા સ્કૂલ, શ્રીનાથ રેસીડેન્સી, શક્તિધારા સોસાયટી, શુભ રેસીડેન્સી, કર્મવિલા રેસીડેન્સી, સાઇંવિલા રેસીડેન્સી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ