મહેસાણામાં બાઈકચાલકના માથા ઉપર સૂકુ ઝાડ પડતાં યુવક ગંભીર

ટીબીરોડ પાસેથી બે મિત્રો પસાર થઈ રહ્યા હતા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
મહેસાણામાં બાઈકચાલકના માથા ઉપર સૂકુ ઝાડ પડતાં યુવક ગંભીર
ટીબીરોડ પર પવનસુત મંદિરની સામેથી પસાર થઇ રહેલા બાઇક ચાલક પર સુકુ વજનદાર ઝાડ પડતા માથામા ગંભીર ઇજા થઇ હતી.મહેસાણાના ખાનગી દવાખાનામાં લઇ જવાયેલા યુવકની હાલત હાલ સુધારા પર છે.

શહેરના ટીબીરોડ પર આવેલ નિલકંઠ સોસાયટીમા રહતો 20 વર્ષનો દર્શન શંકરલાલ પ્રજાપતિ બુધવારે રાત્રે 9.30 વાગ્યે ઘરેથી મિત્ર સાથે બાઇક લઇને મોઢેરા રોડ પર મોબાઇલનું રીચાર્જ કરાવવા નીકળ્યો હતો.ટીબીરોડ પર પવનસુત મંદિરની સામેથી તે પસાર થઇ રહ્યો હતો ત્યારે એકાએક સુકુ ઝાડ તેના પર પડતા બન્ને મિત્રો બાઇક પરથી પટકાયા હતા.જેમાં માથામા ઝાડનું થડ વાગતા દર્શનભાઇને ઇજા થઇ હતી અને સારવાર માટે મહેસાણાના ખાનગી દવાખાનામા લઇ જવાયા હતા.

X
મહેસાણામાં બાઈકચાલકના માથા ઉપર સૂકુ ઝાડ પડતાં યુવક ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App