Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » એલસીબીમાંથી બોલું છું સાહેબના 3 ગેસ્ટને રોકાવાનું છે રૂમો આપો નહીં તો મારી નાખીશું

એલસીબીમાંથી બોલું છું સાહેબના 3 ગેસ્ટને રોકાવાનું છે રૂમો આપો નહીં તો મારી નાખીશું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:16 AM

મહેસાણા અતિથિ ગેસ્ટ હાઉસના માલિકને બે શખ્સે ધમકી આપી પોલીસની ઓળખ આપનાર બંને સામે તાલુકા પોલીસમાં ફરિયાદ...

  • એલસીબીમાંથી બોલું છું સાહેબના 3 ગેસ્ટને રોકાવાનું છે રૂમો આપો નહીં તો મારી નાખીશું
    મહેસાણાના ફતેપુરા પાટિયા પાસે અતિથિ ગેસ્ટ હાઉસમાં પોલીસની ઓળખ આપીને રજિસ્ટર અને રૂમ ચેક કરીને ધમકી આપનારા બે શખ્સ સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.LCBથી બોલું છું સાહેબના ત્રણ ગેસ્ટને રોકાવાનું છે. તેમને રૂમ આપી દેજો નહીં તો ગેસ્ટહાઉસ બંધ કરાવી તને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી.

    ફતેપુરા પાટિયા પાસે અતિથિ ગેસ્ટ હાઉસના માલિકા સંજયભાઇ વિષ્ણુભાઇ પ્રજાપતિને ગત 12 એપ્રિલે ગેસ્ટ હાઉસના મેનેજર ભરતસિંહે તેમને ફોન કરી ગેસ્ટ હાઉસની નીચે કારમાં આવેલા બે શખ્સ રકજક કરી પોલીસની ઓળખ આપી વિડીયો ઉતારતા હોઇ ગ્રાહક જતા રહ્યા હતા.

    ત્યારબાદ 3જી મેએ સંજય અમદાવાદમાં સારવાર અર્થે હતા. દરમિયાન હોટલના મેનેજરે પુન: ફોન કર્યો હતો. જેમાં અગાઉ આવેલા સુનીલ બ્રહ્મભટ્ટે મહેસાણા તાલુકા પીઆઇ બારોટના પીએ હોવાની ઓળખ આપી અન્ય એક શખ્સ સદ્દામ બંને જણાએ રજીસ્ટરો ચેક કર્યા બાદ આઇકાર્ડ બતાવવાનો ઇન્કાર કરી ધમકીઓ આપી જતા રહ્યા. ત્યારબાદ ગત શુક્રવારે સંજયભાઇને ફરી ફોન કરીને સુનિલે મહેસાણા એલસીબીમાંથી બોલુ છુ, સાહેબના 3 ગેસ્ટને રોકાવાનું છે માટે રૂમો આપો અને નહી આપો તો સવારે ગેસ્ટહાઉસ બંધ થઇ જશે અને તું જ્યારે પણ મળીશ ત્યારે જાનથી મારી નાખીશની ધમકી આપતાં સંજયભાઈએ સુનિલ અને સદ્દામ સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending