અર્બન બેંક કોલેજ દ્વારા પ્રિનિયોરશીપ પ્રોગ્રામ-2018 યોજાયો

અર્બન બેંક કોલેજ દ્વારા પ્રિનિયોરશીપ પ્રોગ્રામ-2018 યોજાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:16 AM IST
મહેસાણા : મહેસાણાની મ્યુનિ. આર્ટસ એન્ડ અર્બન બેંક કોલેજ દ્વારા સ્વચ્છ ભારત ઇન્ટર પ્રિનિયોરશીપ પ્રોગ્રામ-2018 દેદિયાસણની સરસ્વતી વિદ્યાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કર્નલ પી.એસ.નિકમ, એડમ ઓફિસર સંદિપસીંગ, NCC ગુજરાત બટાલિયન મહેસાણાના અવતારસીંગ, પીઆઇ સ્ટાફ તથા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજના આચાર્ય ડો.ડી.આર.પટેલ અતિથિ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 100 જેટલા છાત્રોેને ગામ, શહેર, ટોઇલેટ, શાળા, મહોલ્લો સ્વચ્છ રાખવા અંગેેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તેઓને ખરાબ આદતો સુધારવાની, પર્સનલ તંદુરસ્તી જાળવવાની તેમજ પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ કરવા માટેની વિડિયો ક્લીપો બતાવીને પી.એસ.નિકમે માહિતી આપી હતી. આ કાર્યક્રમને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ યુ.બી.સાયન્સ કોલેજના NCCના વિદ્યાર્થીઓ તથા NCC ઓફિસર ડો.વી.બી.ઔદિચ્ય,નોડલ ઓફિસર ડો.મુકેશ પ્રજાપતિ,પૂર્વ કેપ્ટન પ્રા.પી.પી.મહેતા RSS કો-ઓર્ડિનેટર ડો. અશોક એચ.પટેલ તથા કોલેેજના આચાર્ય ડો.આર.પટેલએ સફળ બનાવ્યો હતો.

X
અર્બન બેંક કોલેજ દ્વારા પ્રિનિયોરશીપ પ્રોગ્રામ-2018 યોજાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી