તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana વીજલાઇન ચેકીંગથી ચાર લાઇટો ડૂલ RTO,જળ ભવનની કામગીરી ખોટકાઇ

વીજલાઇન ચેકીંગથી ચાર લાઇટો ડૂલ RTO,જળ ભવનની કામગીરી ખોટકાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીના તહેવારમાં વીજ લાઇનમાં લોડ ન પડે તેમજ કોઇ ખામી ન સર્જાય તે માટે વીજ કંપની દ્વારા પાલાવાસણા વિસ્તારની ગુરૂવારે વીજ લાઇનો ચેક કરાઇ હતી. 4 કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતાં આરટીઓ અને જળ ભવનની કામગીરી ખોટકાઇ હતી.

નવરાત્રી સમયે શહેરમાં કોઇ ફોલ્ટ ન સર્જાય તે માટે વીજ કંપની દ્વારા તમામ લાઇનો ચેક કરવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત ગુરૂવારે શહેરના પાલાવાસણા વિસ્તારની વીજ લાઇન ચકાસણીને લઇ વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. બપોરે 3 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેતાં 4 કલાક સુધી આરટીઓ અને જળ ભવનની કામીગીરી પ્રભાવીત થઇ હતી. અારટીઓમાં લાયસન્સ અને વાહનને લગતી તમામ કામગીરી બંધ રહેતાં મોટાભાગના અરજદારોને ધરમ ધક્કો પડ્યો હતો. જ્યારે કેટલાક અરજદારો 4 કલાક સુધી આરટીઓમાં બેસી રહ્યા હતા. જો કે, એપોઇન્ટમેન્ટ લઇને આવેલા અરજદારોને બીજા દિવસે ટેસ્ટ આપવાની આરટીઓ દ્વારા છુટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...