• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • સરતાનપુરમાં કપાસ પાકની ખેતર શાળામાં સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન

સરતાનપુરમાં કપાસ પાકની ખેતર શાળામાં સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન

સતલાસણા : આત્મા પ્રોજેક્ટ, મહેસાણા અંતર્ગત સતલાસણા તાલુકાના સરતાનપુર ગામે વિરજીભાઈ નરસીગભાઈ ચૌધરીના ત્યાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
સરતાનપુરમાં કપાસ પાકની ખેતર શાળામાં સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન
સતલાસણા : આત્મા પ્રોજેક્ટ, મહેસાણા અંતર્ગત સતલાસણા તાલુકાના સરતાનપુર ગામે વિરજીભાઈ નરસીગભાઈ ચૌધરીના ત્યાં કપાસના પાકની ખેતરશાળા યોજાઈ હતી. જેમાં જે.આર.પટેલ, ડી.એમ.પટેલ, પ્રિયંક ડી.પટેલ અને રાવલ સરોજબેન જી. ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને કપાસ પાકમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન વિષે ચર્ચા કરી હતી. સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોસ્ટ અને વર્મી વોશ કેવી રીતે બનાવવા અને તેના કેવી રીતે ઉપયોગ કરવો તે વિષે માહિતગાર કર્યા હતા. ખેતરોમાં પ્રમાણસર યોગ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ, સેન્દ્રીય ખાતરનો વધુ ઉપયોગ, જૈવિક ખાતરોનો વપરાશ કરવો, ફાર્મ વેસ્ટનો બેસ્ટ ઉપયોગ, લીલા પડવાશની જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજકેટ મહેસાણા દ્રારા કરાયું હતું.

X
સરતાનપુરમાં કપાસ પાકની ખેતર શાળામાં સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App