તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ધોળાસણમાં ફેકટરીની કોલોનીમાં ઘરના કાચ ફોડી નાખતાં દોડધામ

ધોળાસણમાં ફેકટરીની કોલોનીમાં ઘરના કાચ ફોડી નાખતાં દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરની દુધકર્મની ઘટનાના પગલે મહેસાણા નજીક આવેલા ધોળાસણ ગામે બુધવારે રાત્રે ગજાનંદ સ્પીનટેક્સ પ્રા.લી.કંપનીના ફેકટરીના ક્વાટર તરફ ઘસી જઇ ઘર ઉપર પથ્થરમારો કરતાં 14 વ્યક્તિઓ સામે લાંઘણજ પોલીસમાં રાયોટીગનો ગુનો નોંધાયો હતો.

ધોળાસણગામે બુધવારે રાત્રે 9.30 વાગ્યે ભેગા થયેલા ઠાકોર સેનાના લોકોએ ગામની સીમમા આવેલ ગજાનંદ સ્પીનટેક્સ પ્રા.લી.કંપનીના કામ કરતા ઝારખંડના કારીગરોને ખરીદી કરવા ગયા ત્યારે અટકાવી બોલાચાલી કરી હતી.ત્યાર બાદ ટોળાએ ફેકટરીની કોલોની પર પથ્થરમારો કરી ઘરના કાચ ફોડી રૂ 5 હજારનું નુકશાન કર્યુ હતું.ફેકટરી માલિક નિકુંજ પટેલે લાંઘણજ પોલીસમાં 14 સામે ફરિયાદ આપતા પીએસઆઇ આર.કે.પટેલે તપાસ હાથ ધરી છે.

કોની સામે ફરિયાદ
1.જયજી વિનાજી ઠાકોર

2. નવલજી અમરતજી ઠાકોર

3.લાલસીગજી મંગાજી ઠાકોર

4.કનુજી અમરાજી ઠાકોર

5.ભાવુજી કપુરજી ઠાકોર

6.પ્રવિણસિંહ બચુજી ઠાકોર

7.જગદીશજી દશરથજી ઠાકોર

8.જયંતિજી રાયસંગજી ઠાકોર

9.પ્રવિણજી ઉર્ફે રવિ જયંતીજી ઠાકોર

10. દિવાનસિંહ બાલુસિંહ ઠાકોર

11. સુમનજી જામાજી ઠાકોર

12.મુકેશજી પોપટજી ઠાકોર

13.રમતુજી સરદારજી ઠાકોર

14.ભરતજી હમીરજી ઠાકોર તમામ ધોળાસણ

અન્ય સમાચારો પણ છે...