• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહિલા આર્ટસ કોલેજની છાત્રાઓ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ

મહિલા આર્ટસ કોલેજની છાત્રાઓ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ગુજરાત સ્ટેટ રેસલીંગ એસોસિયેશન દ્વારા આયોજિત અંડર-23 વુમન રેસલીંગ સ્પર્ધા મુકામે તા. 28 જુલાઇના રોજ યોજાઇ હતી. જેમાં મહેસાણાની એ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજની પ્રથમ વર્ષ બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગોસ્વામી ભાર્ગવીએ 62 કિ.ગ્રા.ની સ્પર્ધામાં વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તથા ઠાકોર મેઘાએ 68 કિ.ગ્રા.ની સ્પર્ધામાં સિલ્વર મેઠલ મેળવી સંસ્થા તથા કોલેજનું નામ ઉજ્જવળ કર્યું. જે બદલ સંસ્થાના માનદ્દમંત્રી દિલિપભાઇ ચૌધરી, કોલેજના પ્રિ.ડો. સુરેશભાઇ વી.ચૌધરી, પી.ટી.આઇ. બિજેન્દ્રસિંહ સિંઘ તથા સ્પોર્ટસ કમિટિના ડો. સુનિતા સુપહિયા, ડો. અશોક તડવી તથા પ્રો. હસમુખ ચૌહાણએ છાત્રોને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...