• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • રમત સંકુલ હોસ્ટેલના ખાતમુહૂર્તની પત્રિકામાં ખેરાલુના ધારાસભ્ય બાકાત

રમત સંકુલ હોસ્ટેલના ખાતમુહૂર્તની પત્રિકામાં ખેરાલુના ધારાસભ્ય બાકાત

પાંચોટમાં કાલે ના.મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત જિલ્લાના રમતવીરોને સુવિધા સાથે રહેવા પણ મળશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
રમત સંકુલ હોસ્ટેલના ખાતમુહૂર્તની પત્રિકામાં ખેરાલુના ધારાસભ્ય બાકાત
મહેસાણાના પાંચોટ ખાતે જિલ્લા રમત ગમત સંકુલમાં ઇન્ડોર મલ્ટિપર્પઝ હોલ અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવા આગામી શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી સહિત છ ધારાસભ્ય અને સંસદ સભ્યના નામ છે. જ્યારે એક ધારાસભ્ય ખેરાલુના ભરતસિહ ડાભીનો ઉલ્લેખ ન હોઇ તંત્ર ભૂલી ગયુ કે શુ તેને લઇને ચર્ચા જાગી હતી. જોકે ભરતસિંહ ડાભીને આ અંગે પૂછતા મને કહ્યુ હતું પણ હુ તે દિવસે બહાર હોઇ ના પાડી હતી તેમ જણાવ્યુ હતું.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને રમતગમત વિભાગ દ્વારા આગામી 11 ઓગસ્ટે સંકુલમાં હોસ્ટેલ અને હોલ બાંધકામ માટે ખાતમુહૂર્તનું આયોજન કરાયુ છે. જેની આમંત્રણ પત્રિકામાં ઉદ્દધાટક નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, મુખ્ય મહેમાનમાં સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, રમતગમત મંત્રી ઇશ્વરસિહ પટેલ, અતિથિ વિશેષમાં વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા અને બહુચરાજીના ધારાસભ્યનો ઉલ્લેખ કરાયો છે.

જિલ્લામાં સાત પૈકી માત્ર ખેરાલુના ધારાસભ્યનું પત્રિકામાં નામ ન હોઇ કાર્યક્રમની પત્રિકાએ ચર્ચા જગાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સંકુલમાં ઇન્ડોર વિવિધ ગેમ્સ માટે હોલની સુવિધા એજન્સી નિમાયાના ચાર મહિના પછી ખાતમુહૂર્ત સાથે આરંભાઇ રહી છે. ત્યારે નિર્માણ થયે જિલ્લાના રમતવીર ખેલાડીઓને વિવિધ ગેમ્સ અને અહિયા રહેવાની સુવિધા મળતી થશે.

X
રમત સંકુલ હોસ્ટેલના ખાતમુહૂર્તની પત્રિકામાં ખેરાલુના ધારાસભ્ય બાકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App