Home » Uttar Gujarat » Latest News » Mehsana » તૂટેલા ઓરડા જોઈ ચેરમેને કહ્યું, વરસાદમાં છાત્રો અંદર બેસી અભ્યાસ કેવી રીતે કરે

તૂટેલા ઓરડા જોઈ ચેરમેને કહ્યું, વરસાદમાં છાત્રો અંદર બેસી અભ્યાસ કેવી રીતે કરે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:15 AM

શિક્ષણ સમિતિના ચેરમેને મહેસાણાની 5 શાળાની મુલાકાત લીધી ચેરમેન હસમુખ ચૌધરીએ ઓરડાની મરામતની ખાતરી આપી

  • તૂટેલા ઓરડા જોઈ ચેરમેને કહ્યું, વરસાદમાં છાત્રો અંદર બેસી અભ્યાસ કેવી રીતે કરે
    મહેસાણા તાલુકાની 5 શાળાઓની મુલાકાતે ગયેલા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઈ તમામ શાળાઓમા 3થી વધુ જર્જરિત ઓરડા જોઈ ચોંકી ઊઠ્યા હતા.ઓરડા છાત્રો માટે બેસવા લાયક ન હોવાનો રિપોર્ટ આપી જરૂરી પગલા માટે સૂચન કર્યુ છે.

    જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઇ ચૌધરી,મહેસાણા તા.પં.પ્રમુખ વિનુભા ઝાલાએ ગુરૂવારે મગપરા પ્રાથમિક શાળા-4ની મુલાકાત લીધી હતી.જ્યાં આચાર્યએ પ્રાર્થના શેડની માગણી પુન: દોહરાવી હતી.ત્યાર બાદ ટીમે મગુના, નુગર,બદલા અને ગીલોસણ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.જેમાં તમામ શાળાઓમા 3 થી વધુ રૂમો જર્જરીત હોવાનું અને વરસાદ સમયે છાત્રોને અંદર બેસીને અભ્યાસ કરવો અસંભવ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું. આ અંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું કે, દરેક શાળાઓમા 3 થીવધુ જર્જરીત ઓરડા જોવા મળ્યા હતા.છાત્રો જીવના જોખમે અભ્યાસ કરતા હોવાનું ચોક્કસ પણે કહી શકાય.

    આ સંબધે આચાર્યો પાસે રૂમોના સમારકામની માગણી કરતી રજૂઆત લીધી છે તેને આધારે કાર્યવાહી કરીશું સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારીને પણ આ અંગેનો રિપોર્ટ આપીશું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ