પર્યાવરણ બચાવવું હોય તો મૂર્તિ તો માટીની જોઈએ

માટીની મર્તિની પૂજા-વિધી કરાવુ છું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
પર્યાવરણ બચાવવું હોય તો મૂર્તિ તો માટીની જોઈએ
ગણેશ મહોત્સવમા ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો જ ઉપયોગ થાય તે માટે સરકારે પીઓપીની મૂર્તિઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઇએ તેવો મહેસાણાવાસીઓનો સૂર વહી રહ્યો છે.ઘરમાં ગણેશની સ્થાપના કરતાં શહેરવાસીઓ ઘરમાં પીઓપીની નહી પરંતુ માટીની મૂર્તિનું જ સ્થાપન કરવુ જોઇએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે.

તળાવના જીવજંતુઓને નુકસાન ન થાય તે જરૂરી

મારો પરિવાર માટીના ગણેશજીનું સ્થાપન એટલા માટે કરીએ છીએ કે,તળાવમા રહેલી માછલી કે જીવજંતુઓને નુકશાન ના થાય. નારણભાઇ મકવાણા, સુભાષનગર,રામોસણ

ઘરે પણ વિસર્જન કરી શકાય

પાણીમા ઓગળી જાય તેવી માટીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઇએ.જેનું તળાવમાં વિસર્જન કરીએ તો પર્યાવરણને અસર થતી નથી તે જ રીતે ઘરે પણ મોટા પાત્રમા તેનું વિસર્જન કરી શકાય છે. હિતેશ રામી, ગજાનંદ રો.હાઉસ ફ્લેટ ,માલગોડાઉન

માટીની મૂર્તીની ઘરમાં પધરામણી થાય છે

4 વર્ષથી માટીની મૂર્તીની જ પધરામણી ઘરમાં કરીએ છીએ.પાણીમાં પીગળતા માટીના ગણેશજી બેસાડવા જોઇએ.POP ની ખંડીત મૂર્તી જોઇ દુ:ખ થાય છે. ઉમંગ એસ.પટેલ, ફોરચ્યુન હોમ્સ

X
પર્યાવરણ બચાવવું હોય તો મૂર્તિ તો માટીની જોઈએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App