• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ચેક રિટર્ન કેસમાં મહેસાણાના શખ્સને એક વર્ષની સજા, વળતર ચુકવવા પણ હુકમ

ચેક રિટર્ન કેસમાં મહેસાણાના શખ્સને એક વર્ષની સજા, વળતર ચુકવવા પણ હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાન ખરીદવા આપેલા રૂ.5.50 લાખની સામે આપેલો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા એડિશનલ જ્યુડિશીયલ કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. મહેસાણામાં નવાપરામાં રહેતા રતિલાલ નરોત્તમદાસ પટેલે મિત્રતાના નાતે લાખવડ રોડ પર આવેલ અવધૂત રો-હાઉસમાં રહેતા અશોકભાઇ કચરાભાઇ શાહને મકાન ખરીદવા રૂ.5.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા અને તે સમયે તેમણે એક મહિનામાં પરત કરવાનો વાયદો કર્યો હતો. રતિલાલે કરેલી ઉઘરાણી વચ્ચે અશોકભાઇએ 1.25 લાખ આપ્યા હતા. જ્યારે 4.25 લાખનો આપેલો ચેક પરત ફર્યો હતો. જે અંગે તેમણે મહેસાણા કોર્ટમાં ફરિયાદ નોંધાવતા આ કેસ મહેસાણા પાંચમા એડી. જ્યુ. જજ અશોકભાઇ ગોકળભાઇ માલાણી સમક્ષ ચાલતાં ફરિયાદી તરફે હાજર વકીલ મનીષ જે. પટેલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અશોકભાઇ શાહને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂ઼કવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...