• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • પશુદવાખાનાના 35 સફાઇ કામદારોને 5 માસથી પગાર ન મળતાં સફાઇ કામ બંધ

પશુદવાખાનાના 35 સફાઇ કામદારોને 5 માસથી પગાર ન મળતાં સફાઇ કામ બંધ

પગાર ન મળતાં કામદારોએ DDOને રજૂઆત કરી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
પશુદવાખાનાના 35 સફાઇ કામદારોને 5 માસથી પગાર ન મળતાં સફાઇ કામ બંધ
જિલ્લા પંચાયત હસ્તક 35 પશુદવાખાનાઓમાં સફાઇ કમ પટાવાળાનું કામ કરતા 35 હંગામી કર્મચારીઓને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળ્યાના કચવાટ સાથે ગુરૂવારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં તપાસ કરતા ગ્રાન્ટના અભાવે પગાર બીલ ન બન્યું હોવાનું ખુલ્યું છે.

જિલ્લાના પશુદવાખાનાઓમા ફરજ બજાવતા 35 સફાઇ કામદારો ગુરૂવારે જિલ્લા પંચાયત ભેગા થયા હતા અને અહી પંચાયત બિલ્ડીંગની સામે બેસીને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.તેઓએ કહ્યું હતું કે પશુદવાખાનાઓમા તેઓ સફાઇ કમ પટાવાળાનું કામ કરે છે.આજકાલ કરતાં 5 મહિનાથી પગાર ન મળતા કોન્ટ્રાકટરનો સંપર્ક કર્યો હતો.

પરંતુ તેને બીલ પાસ થતુ ન હોવાનો મુદ્દો આગળ ધરી પગાર મામલે હાથ ઊંચા કર્યા હતા.ગુરૂવારે એકઠા થયેલા કામદારોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આપી પગાર સંબધે રજૂઆત કરી હતી.જ્યારે બીજીબાજુ જિલ્લા પંચાયતના વહિવટી વિભાગના કહેવા મુજબ સફાઇકામદારોનો કોન્ટ્રાકટર પુરૂ થઇ ગયો છે તેમજ ગ્રાન્ટના અભાવે બીલ બન્યા નથી.

X
પશુદવાખાનાના 35 સફાઇ કામદારોને 5 માસથી પગાર ન મળતાં સફાઇ કામ બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App