તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનેડા જવાની લાલચમાં યુવાને 2.25 લાખ ગુમાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ક પરમિટ અપાવવાનું કહી ખેરવાના યુવાનને છેતર્યો

કેનેડાજવાની લાલચમાં ખેરવાનો યુવાન છેતરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર ફોન પર સંપર્કમાં આવેલા યુવાને કેનેડાના પેકેજ અંતર્ગત એડવાન્સ પેટે બેંકમાં જમા કરાવેલા રોકડ રૂ. 2.25 લાખ ગઠીયો ઉઠાવી લેતાં તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ખેરવામાં રહેતા કૌશલકુમાર રમેશભાઇ પટેલ વિદેશ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે એક અખબારમાં વર્ક પરમીટ પર વિદેશ મોકલવાની જાહેરાત વાંચીને તેમને સંપર્ક માટે આપેલા મોબાઇલ પર ફોન કર્યો હતો. જેમાં સામે છેડે મહંમદવસી મહંમદઅલી અન્સારી હોવાની ઓળખ આપનારા શખસે વર્ક પરમીટ પર કેનેડા મોકલવાની વાત કરી કુલ પેકેજ રૂ.12 લાખ નિયત કર્યુ હતું. મોબાઇલ પર થતી વાતચીતમાં વિશ્વાસમાં આવી ગયેલા કૌશલકુમાર પટેલે ગત 21 ડિસેમ્બર, 2016માં નોટબંધી સમયે કેનેડા જવા માટે એડવાન્સ પેટે રૂ. 2.25 લાખ મહંમદવસી અન્સારીએ આપેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જોકે, અડધો કલાકમાં પોતે છેતરાયાની શંકા જતાં કૌશલ પટેલ બેંકમાં ગયા હતા, પરંતુ ઇન્ટરનેટ બેન્કીંગ દ્વારા રકમ ઉપડી ગયાની જાણ થતાં તે ચોંકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...