તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જીપ અને એમ્બ્યુલન્સ અકસ્માતમાં મૃત્યુ આંક 4 પર પહોંચ્યો, 5 ઘાયલ

જીપ અને એમ્બ્યુલન્સ અકસ્માતમાં મૃત્યુ આંક 4 પર પહોંચ્યો, 5 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમનસીબ મૃતકો

મૃતકોમાં 2 સતલાસણાના કુબડાના, 2 ધાનેરી ગામના

મહેસાણાજિલ્લાના સતલાસણાથી બે નવજાત જોડિયાં બાળકોને લઇ મંગળવારે મોડી રાત્રે ખાનગી એમ્બ્યુલન્સ પાલનપુર જઇ રહી હતી, ત્યારે દાંતા તાલુકાના અભાપુરા પાસે કમાન્ડર જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 બાળકો સહિત 4 વ્યક્તિઓના મોતથી શોક છવાઇ ગયો હતો. અકસ્માતમાં અન્ય 5 લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે દાંતા સિવિલમાં લવાયા હતા. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઇ ગયો હતો.

સતલાસણાની ખાનગી હોસ્પિટલ માંથી બે જોડિયા નવજાત શિશુઓને લઇ સતલાસણાની ખાનગી એમ્બ્યુલન્સ પાલનપુર તરફ જઇ રહી હતી. જ્યારે સતલાસણાના કુબડા ગામનો ચૌહાણ પરિવાર પાલનપુર તાલુકાના સામઢી ગામેથી વહુને તેડી પરત કુબડા જતો હતો. ત્યારે દાંતાના અભાપુરા પાટિયા પાસે મંગળવારે રાત્રે ખાનગી એમ્બ્યુલન્સ અને કમાન્ડર જીપ ધડાકાભેર સામસામે અથડાયા હતા. જેમાં એમ્બ્યુલન્સમાં રહેલાં બે નવજાત શિશુઓના ઘટના સ્થળે મોત થયાં હતાં. જ્યારે કમાન્ડરમાં રહેલા 3 માસના બાળકનું મોત થયું હતું. તેમજ કમાન્ડરમાં મુસાફરી કરી રહેલા યુવકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાતાં તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઘાયલ 5 ઇજાગ્રસ્તોને દાંતા સિવિલમાં લઇ જવાયા હતા.

1. વાલસિંહ કેશરસિંહ ચૌહાણ (32) રહે. કુબડા, તા.સતલાસણા

2. હિતેન્દ્રસિંહ પરબતસિંહ ચૌહાણ (3 માસ) રહે.કુબડા

3. 2 નવજાત જોડિયા બાળકો રહે.ધાનેરી, તા.સતલાસણા

અન્ય સમાચારો પણ છે...