તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જીજ્ઞેશ, કનૈયાકુમાર સહિત 34ની અટકાયત,16 વિરુદ્ધ ફરિયાદ થઇ

જીજ્ઞેશ, કનૈયાકુમાર સહિત 34ની અટકાયત,16 વિરુદ્ધ ફરિયાદ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની ગેમ| આઝાદીકૂચ હાઇવે પર પહોંચતાં આગેવાનોને કહ્યું, રૂક જાવ...

જેએનયુના કનૈયાકુમારે કહ્યું , મોદીજી જુઠ્ઠું બોલે છે, તેમણે કહ્યું હતું નોટબંધીથી આતંકવાદ અટકી જશે, નથી અટક્યો

આઝાદીકૂચ રોકશો તો 2017માં નીતિનભાઇનો ગરબો ઘેર લાવીશું

મહેસાણાના દલિત શક્તિ સંમેલનમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનો ભાજપ સરકારને ખુલ્લો પડકાર

મહેસાણામાંઉનાકાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ યોજાયેલા દલિત શક્તિ સંમેલન અને થરાદ સુધી આઝાદીકૂચમાં પાસ સમર્થન સાથે આગેવાનો ઉપસ્થિત રહેતા એકમેકમાં જય ભીમ, જય સરદારના નારાથી સોમનાથ ચોક ગૂંજી ઉઠ્યો હતો. જનમેદનીને સંબોધતા જીજ્ઞેશ મેવાણીએ કે, દલિત વેદના સાથે ગુજરાતમાં ખેડૂતો, મજદૂરો, ઓબીસી, પાટીદાર જે ગુજરાત મોડલનો શિકાર છે તે તમામના હિતમાં બંધારણીય અધિકાર, એકતા અને રાષ્ટ્ર નિર્માણ માટેની કૂચ હોવાનું જણાવ્યુ હતું.

મેવાણીએ કહ્યું કે, આઝાદી કૂચ પહેલાની મીણબત્તી અમરનાથ યાત્રા પીડીતો માટે છે અને મહેસાણામાં કસ્ટડીમાં કેતન પટેલની હત્યા કરી તે પીડીત પરિવાર માટે પણ છે. સુરેન્દ્રનગર, થાનગઢમાં દલિત પર અત્યાચાર, મધ્યપ્રદેશમાં ખેડૂતો પર ગોળીબાર સહિત પીડિત, વંચિતના હિતમાં ઉનાકાંડની વરસીએ ખોખલા વિકાસ મોડલ સામે બાંયો ચઢાવવાની આઝાદી કૂચ છે. જમીન કાગળ પર વહેંચાઇ છે તે ભૂમિહિનોને અપાવવાની કૂચ છે. સરકાર બે કરોડને રોજગારી, 50 લાખ મકાનોના વચનોમાં નિષ્ફળ ગઇ છે. દિલ્હીથી આવેલા જેએનયુના કનૈયાકુમારે દેશની આઝાદી માટે નહીં, દેશમાં આઝાદી માગવા માટેની કૂચ કહી મોદી સરકાર, સંઘ અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. રીટા બહુગુણા કોગ્રેસમાં ભષ્ટ્રાચારી હતા ભાજપમાં આવતા સદાચારી બની ગયા. જીએસટી વિરોધમાં સુરતમાં સંઘર્ષ કરતા પાટીદારો પર પોલીસ લાઠીઓ વરસાવી છે. નોટબંધીથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અટક્યો નથી. સંઘ પરિવાર, બીજેપીથી સૌથી વધુ ખતરો હિન્દુને છે. દેશમાં સ્થિતિ માણસ કરતા જાનવરની કિંમત વધુ છે.

સંમેલન બાદ બપોરે 2-46 કલાકે સોમનાથ ચોકથી જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ આઝાદી કૂચ આગળ વધીને ફતેપુરા સર્કલ બાયપાસ પાસે 4-30 કલાકે પહોંચતાં માર્ગને કોર્ડન કરીને ઉભેલી પોલીસે તમામની અટકાયત કરી 2 પોલીસવાનમાં બેસાડી હેડ ક્વાર્ટર લઇ ગયા હતા. તસવીર- પ્રમોદ શાહ

કૂચ ચાલુ રહેશે, પોલીસને જે ભડાકા કરવા હોય તે કરી લે

^ગુજરાતસરકારનું સંપૂર્ણપણે દલિત વિરોધી અને જાતિવાદી વલણ છે. મુખ્યમંત્રી હોય કે પછી ભાજપના મોટા નેતાઓને લાંબા રોડ શો કરવા હોય તો મંજૂરી અને ગરીબોને બે ટંકનું ભોજન મળે અને તમામના અધિકાર માટેની આઝાદી કૂચને મંજૂરી મળતી નથી. મુકત થયા બાદ કૂચ ધાનેરા તરફ ચાલુ રહેશે, ગુજરાત પોલીસને જે ભડાકા કરવા હોય તે કરી લે. > જીજ્ઞેશમેવાણી, અટકાયતબાદ કહ્યું

અન્ય સમાચારો પણ છે...