• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • છઠીયારડા નજીક ટર્બો ચાલકે બાઇક ચાલકને ફંગોળતાં ગંભીર ઇજા

છઠીયારડા નજીક ટર્બો ચાલકે બાઇક ચાલકને ફંગોળતાં ગંભીર ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | તાલુકાના ધિણોજના ચૌધરી કિરીટભાઇ ખોડાભાઇ મંગળવાર સાંજે બાઇક (જીજે24 5415) લઇને છઠીયારડા પાટીયા નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટર્બો (જીજે 02 અેક્સ એક્સ 0132)ના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જમણા પગે, માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માત સર્જનાર ટર્બો ચાલક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...