• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ટ્રક કારને અડી જતાં ઉશ્કેરાયેલ કારચાલકે ટ્રકચાલકને ફટકાર્યો

ટ્રક કારને અડી જતાં ઉશ્કેરાયેલ કારચાલકે ટ્રકચાલકને ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના ગણેશપુરા નજીક મંગળવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટનાથી ઉશ્કેરાયેલા કાર ચાલકે ટ્રક ચાલકને ઢોર માર માર્યો હતો. તેમજ ટ્રકચાલકના મોબાઇલ અને ટ્રકના દસ્તાવેજોની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

રાજસ્થાનના જોધપુરના જેસલાના બિસ્નોઈ રમેશભાઈ ભગવાનારામ મંગળવારે મહેસાણા- અમદાવાદ હાઇવે પર આવેલા ગણેશપુરા નજીક હોટલ સતી પાસેથી ટ્રક (આરજે 07 યુએ 4021) લઇને પસાર થતા હતા. ત્યારે તેમની આગળ જતી કાર (જીજે 15 સીએચ 9684)ની પાછળના બમ્ફરે ટ્રક અડી ગઇ હતી. જેને લઇ કારચાલકે ધોકા વડે ટ્રકચાલક બિસ્નોઇ રમેશભાઇને માર માર્યો હતો. ટ્રકમાં રાખેલા દસ્તાવેજો તેમજ રૂ.2 હજારના મોબાઇલની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ટ્રકચાલકે નંદાસણ પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...