• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કટોસણની સીમમાં દારૂનું કટિંગ ઝડપાયું, 7.11 લાખનો દારૂ જપ્ત

કટોસણની સીમમાં દારૂનું કટિંગ ઝડપાયું, 7.11 લાખનો દારૂ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણા તાલુકાના કટોસણ ગામની સીમમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે સાંથલ પોલીસે મંગળવારે મોડી રાત્રે રેડ કરી હતી. જેમાં પોલીસે રૂ.7,11,400ની કિંમતનો 4330 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જોકે, કટોસણનો બુટલેગર સહિત 3 શખસો નાસી ગયા હતા. જેમની સામે સાંથલ પોલીસે કાર્યવાહી કરી હતી.

સાંથલ પીએસઆઇ એમ.આર. રોઠોડને મંગળવારે રાત્રે કટોસણ ગામની સીમમાં સુંવાળા જવાના રોડ પર ફાટકથી આગળના ભાગે શીતળા માતાના મંદિર પાસે વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે રાત્રે 1.15 કલાકે પોલીસે રેડ કરતાં મંદિર પાસેની ખુલ્લી જગ્યામાંથી રૂ.7,11,400નો 4330 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, પોલીસ રેડ કરે તે પહેલાં કટોસણનો બુટલેગર ઝાલા બકુલસિંહ રાજુભા તેમજ બીજા બે શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ મામલે સાંથલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ત્રણે સામે ગુનો નોંધી ધકરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે અમદાવાદનો બુટલેગર રવી તેની કારમાં દારૂનો સપ્લાય કરતો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. જેમાં બુટલેગર કાર મુકીને નાસી ગયો હતો, આ કારમાંથી દારૂની 12 બોટલ પોલીસને હાથ લાગી હતી.

બુટલેગર સહિત ત્રણ શખ્સો અંધારામાં ફરાર
અન્ય સમાચારો પણ છે...