તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં 4 પે એન્ડ યુઝ શૌચાલય માટે પાલિકાને બે વર્ષથી જગ્યા જ મળતી નથી

મહેસાણામાં 4 પે એન્ડ યુઝ શૌચાલય માટે પાલિકાને બે વર્ષથી જગ્યા જ મળતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરમાં લોકોની ભીડભાડવાળા પાંચ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ શૌચાલય મંજૂર થયાને બે વર્ષ વીતી ગયા, પરંતુ પાલિકા હજુ ચાર વિસ્તારમાં જગ્યા શોધી શકી નથી. માત્ર માનવ આશ્રમ પીકઅપ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યું છે. આ વિગત બુધવારે અત્રે મળેલી દિશા બેઠકમાં રજૂ થતાં સાંસદ જયશ્રીબેન પટેલે આર એન્ડ બી અને પાલિકાને સંકલન કરી સુવિધા કરવા તાકીદ કરી હતી.

મહેસાણામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ પાંચ પે એન્ડ યુઝ શૌચાલયના લક્ષાંકમાંથી માત્ર એક જ તૈયાર થયું છે. જ્યારે રાધનપુર ચાર રસ્તા અને મોઢેરા ચાર રસ્તા પીકઅપ પોઇન્ટ, રામોસણા ઓવરબ્રિજ નીચેની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની હોઇ એનઓસી માટે નગરપાલિકાએ જગ્યા ફાળવવા અરજી કરેલી છે.

જ્યારે સિવિલ હોસ્પિટલ તરફથી જ અંદરની સાઇડ પે એન્ડ યુઝ શૌચાલય બનાવવા પાલિકામાં આવેલી માંગણી અન્વયે કામ મંજૂર કરાયું હતું. પરંતુ હજુ સિવિલ હોસ્પિટલ તરફથી જગ્યા ફાળવાઇ નથી. હાઇવે રાધનપુર ચાર રસ્તા અને જીઆઇડીસી સામે મોઢેરા ચાર રસ્તા આસપાસ મુસાફરો સહિત લોકોની અવરજવર વધુ રહેતી હોઇ પે એન્ડ યુઝ શૌચાલય માટે પ્રક્રિયા કરાઇ છે. માર્ગ અને મકાન વિભાગ જગ્યા ફાળવે તો આ જગ્યાએ શૌચાલયની સુવિધા થઇ શકે તેમ છે. બેઠકમાં ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લોકોની અવરજવરવાળા વિસ્તાર છે, સંકલન કરીને વ્યવસ્થા કરવા સાંસદે સૂચના આપી હતી.મહેસાણા શહેરમાં લોકોની ભીડભાડવાળા પાંચ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ શૌચાલય મંજૂર થયાને બે વર્ષ વીતી ગયા, પરંતુ પાલિકા હજુ ચાર વિસ્તારમાં જગ્યા શોધી શકી નથી. માત્ર માનવ આશ્રમ પીકઅપ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યું છે. આ વિગત બુધવારે અત્રે મળેલી દિશા બેઠકમાં રજૂ થતાં સાંસદ જયશ્રીબેન પટેલે આર એન્ડ બી અને પાલિકાને સંકલન કરી સુવિધા કરવા તાકીદ કરી હતી.

મહેસાણામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ પાંચ પે એન્ડ યુઝ શૌચાલયના લક્ષાંકમાંથી માત્ર એક જ તૈયાર થયું છે. જ્યારે રાધનપુર ચાર રસ્તા અને મોઢેરા ચાર રસ્તા પીકઅપ પોઇન્ટ, રામોસણા ઓવરબ્રિજ નીચેની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની હોઇ એનઓસી માટે નગરપાલિકાએ જગ્યા ફાળવવા અરજી કરેલી છે.

જ્યારે સિવિલ હોસ્પિટલ તરફથી જ અંદરની સાઇડ પે એન્ડ યુઝ શૌચાલય બનાવવા પાલિકામાં આવેલી માંગણી અન્વયે કામ મંજૂર કરાયું હતું. પરંતુ હજુ સિવિલ હોસ્પિટલ તરફથી જગ્યા ફાળવાઇ નથી. હાઇવે રાધનપુર ચાર રસ્તા અને જીઆઇડીસી સામે મોઢેરા ચાર રસ્તા આસપાસ મુસાફરો સહિત લોકોની અવરજવર વધુ રહેતી હોઇ પે એન્ડ યુઝ શૌચાલય માટે પ્રક્રિયા કરાઇ છે. માર્ગ અને મકાન વિભાગ જગ્યા ફાળવે તો આ જગ્યાએ શૌચાલયની સુવિધા થઇ શકે તેમ છે. બેઠકમાં ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લોકોની અવરજવરવાળા વિસ્તાર છે, સંકલન કરીને વ્યવસ્થા કરવા સાંસદે સૂચના આપી હતી.

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા

મહેસાણા શહેરમાં લોકોની ભીડભાડવાળા પાંચ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ શૌચાલય મંજૂર થયાને બે વર્ષ વીતી ગયા, પરંતુ પાલિકા હજુ ચાર વિસ્તારમાં જગ્યા શોધી શકી નથી. માત્ર માનવ આશ્રમ પીકઅપ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યું છે. આ વિગત બુધવારે અત્રે મળેલી દિશા બેઠકમાં રજૂ થતાં સાંસદ જયશ્રીબેન પટેલે આર એન્ડ બી અને પાલિકાને સંકલન કરી સુવિધા કરવા તાકીદ કરી હતી.

મહેસાણામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ પાંચ પે એન્ડ યુઝ શૌચાલયના લક્ષાંકમાંથી માત્ર એક જ તૈયાર થયું છે. જ્યારે રાધનપુર ચાર રસ્તા અને મોઢેરા ચાર રસ્તા પીકઅપ પોઇન્ટ, રામોસણા ઓવરબ્રિજ નીચેની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની હોઇ એનઓસી માટે નગરપાલિકાએ જગ્યા ફાળવવા અરજી કરેલી છે.

જ્યારે સિવિલ હોસ્પિટલ તરફથી જ અંદરની સાઇડ પે એન્ડ યુઝ શૌચાલય બનાવવા પાલિકામાં આવેલી માંગણી અન્વયે કામ મંજૂર કરાયું હતું. પરંતુ હજુ સિવિલ હોસ્પિટલ તરફથી જગ્યા ફાળવાઇ નથી. હાઇવે રાધનપુર ચાર રસ્તા અને જીઆઇડીસી સામે મોઢેરા ચાર રસ્તા આસપાસ મુસાફરો સહિત લોકોની અવરજવર વધુ રહેતી હોઇ પે એન્ડ યુઝ શૌચાલય માટે પ્રક્રિયા કરાઇ છે. માર્ગ અને મકાન વિભાગ જગ્યા ફાળવે તો આ જગ્યાએ શૌચાલયની સુવિધા થઇ શકે તેમ છે. બેઠકમાં ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લોકોની અવરજવરવાળા વિસ્તાર છે, સંકલન કરીને વ્યવસ્થા કરવા સાંસદે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...