તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં 5 વર્ષની મુદત પૂરી કરનાર વિસનગર તાલુકાની લાછડી, રામપુરા (લાછડી) અને બાજીપુરા (ગોઠવા) ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેને લઇ આ ગામોમાં ભારે રાજકીય ઉત્તેજના છવાઇ છે.

શુક્રવાર સુધીમાં લાછડીમાં સરપંચ પદ માટે 5 અને 8 વોર્ડની સામે 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. તેવી જ રીતે રામપુરા લાછડીમાં સરપંચ પદ માટે માત્ર 1 અને 8 વોર્ડ સામે 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે બાજીપુરામાં સરપંચ અને 8 વોર્ડ માટે એક પણ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું નથી. બીજી બાજુ ફોર્મ ભરવાની સ્થિતિ જોતાં રામપુરા અને બાજીપુરા એમ બંને ગ્રામ પંચાયતો સમરસ બની શકે છે. જોકે, તા.8 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી પ્રક્રિયા અને 9 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...