તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana પુત્રના જામીન માટે ખોટું મેડિકલ સર્ટી રજૂ કરનારા પિતા સામે ગુનો

પુત્રના જામીન માટે ખોટું મેડિકલ સર્ટી રજૂ કરનારા પિતા સામે ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા ખોટું મેડિકલ સર્ટી રજૂ કરવાના બહુચર્ચિત કેસમાં રજીસ્ટ્રારે મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં આરોપીના પિતા સામે ફરિયાદ નોંધાવતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.

મહેસાણાના આધેડ LIC એજન્ટને ગળે ટૂંપો આપી હત્યા કરવાના કેસમાં એક વર્ષથી જેલમાં બંધ હિમાંશુ રાઠોડને પત્નીના મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન પર મુક્ત કરાવવા મુકેલી અરજીમાં રજૂ કરાયેલા મેડિકલ સર્ટીએ વિવાદ જગાવ્યો હતો. સિધ્ધપુર જનરલ હોસ્પિટલનું સર્ટી ડુપ્લીકેટ હોવાનું ખુલતાં કોર્ટે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે અંતર્ગત જિલ્લા અદાલતના રજીસ્ટ્રાર ડી.એસ. મોથલીયાએ મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં મેડિકલ સર્ટી ખોટુ હોવાની જાણકારી હોવા છતાં તે કોર્ટમાં રજૂ કરવાના મુદ્દે આરોપીના પિતા મહેન્દ્રભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતાં પીઆઇ બી.એસ. વ્યાસે ખોટું મેડિકલ સર્ટી બનાવનાર વ્યક્તિઓ સુધી પહોંચવા તપાસ લંબાવી છે.

અન્ય સમાચારો પણ છે...