તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana નશામાં ગાડી ચાલકે વિજાપુરની આનંદપુરા પોલીસચોકી ઉડાવી

નશામાં ગાડી ચાલકે વિજાપુરની આનંદપુરા પોલીસચોકી ઉડાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરની આનંદપુરા ચોકડી પાસે ગુરુવારે મોડી રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં યુવાને ગાડી ચલાવી પોલીસ ચોકી સાથે અથડાવાની ઘટનાથી ભાગદોડ મચી હતી. પોલીસ ચોકીનો આગળનો દરવાજો અને દીવાલ તોડી ભાગેલા ગાડીચાલકનો પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો. વિજાપુર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.

વિજાપુરની આનંદપુરા ચોકડી પાસે પોલીસ ચોકીની બહાર ગુરુવારે મોડી રાત્રે 3 વાગે પોલીસ હાજર હતી. તે સમયે એકાએક પૂરઝડપે પોલીસ ચોકી તરફ ધસી આવેલી શીફ્ટ કાર (જીજે 02 સીએલ 8792) પોલીસ ચોકીની દીવાલ સાથે ધડાકાભેર અથડાતાં તેનો આગળનો દરવાજો અને દીવાલ તૂટી ગઇ હતી. આ બનાવને પગલે પોલીસે ગાડીચાલકને પકડવા પ્રયાસ કરતાં તેણે ગાડી રિવર્સ લઇ ભગાડી મુકી હતી. જોકે, હે.કો. ચતુરભાઇ નરસિંહભાઇ સહિતે પીછો કરી ગાડી ઝડપી તેના ચાલકની તપાસ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હોવાનું અને તેનું નામ કુલદીપસિંહ રાઠોડ હોવાનું ખુલ્યું હતું. આ મામલે હે.કો. ચતુરભાઇએ પોલીસમાં કુલદીપસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...