તાલુકા કક્ષાએ રોજગાર નોંધણી કેમ્પ યોજાશે

ન્યૂઝ ફટાફટ

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:11 AM
Mehsana - તાલુકા કક્ષાએ રોજગાર નોંધણી કેમ્પ યોજાશે
મહેસાણા | જિલ્લામાં તાલુકા મથકોએ રોજગાર નોંધણી કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 18 સપ્ટેમ્બરે ઊંઝા તાલુકા પંચાયત, 24 સપ્ટેમ્બરે વિજાપુર આરામગૃહ અને 26 સપ્ટેમ્બરે તાલુકા પંચાયત કડી ખાતે નોંધણી કેમ્પ યોજાનાર હોવાનું રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

સ્વચ્છતાના પ્રતિનિધિઓ સાથે 15મીએ PM નો સંવાદ

મહેસાણા | જિલ્લામાં સ્વચ્છતા નિયમિત રૂપે જાળવવા તથા સહયોગ વધારવાના હેતુથી 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાનાર છે. વડાપ્રધાન દ્વારા 22 રાજ્યોમાં વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરાનાર છે. જેમાં ગુજરાતમાં મહેસાણા જિલ્લાની પસંદગી કરાઇ છે. 15મીને શનિવારે સવારે 9-30 વાગે દૂધસાગર ડેરી હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સ્વચ્છતાના પ્રતિનિધિઓ સાથે પીએમ વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે.

વિસનગરની બીએડ્ કોલેજમાં શિક્ષક દિન ઊજવાયો

વિસનગર | વિસનગરની મહર્ષિ દયાનંદ સરસ્વતિ બીએડ્ કોલેજમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં તાલીમાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં તાલીમાર્થીઓ દ્વારા શિક્ષક અને અન્ય ભૂમિકા ભજવાઇ હતી. કાર્યક્રમના અંતમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને તેમના કાર્યની સમજ અપાઇ હતી.

મહેસાણાની કોમર્સ કોલેજમાં સ્વયં શિક્ષક દિન ઊજવાયો

મહેસાણા | મહેસાણાની કોમર્સ કોલેજ દ્વારા સ્વયં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં 52 વિદ્યાર્થીઓએ શિક્ષિક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રજાપતિ સ્વાતીએ પ્રિન્સિપાલ અને મહેતા હિરલ તથા નાયક હિમાંશુએ વાઇસ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય ડો.જે.કે.પટેલે વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્વ સમજાવી શુભેચ્છા પાઠવી હતી.

X
Mehsana - તાલુકા કક્ષાએ રોજગાર નોંધણી કેમ્પ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App