તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં મંદિરના મહંત સહિત 4 ચરસ સાથે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એસઓજીએ શહેરના પરામાં આવેલા અંબાજી મંદિરના મહંત, એક સાધ્વી સહિત 4 શખ્સોને રૂ.80,500ની કિંમતના ચરસ અને ગાંજા સાથે ઝડપી લીધા હતા. 787 ગ્રામ ચરસ, 180 ગ્રામ ગાંજો તેમજ રૂ.66,070 રોકડ અને કાર મળી કુલ રૂ. 11,59,170નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.સાધ્વી મહંતને ચરસનો જથ્થો વેચવા આવી હતી.

એસઓજી પીએસઆઇ એમ.ડી. ચંપાવતને સફેદ રંગની ક્રેટા કાર (એચપી 16એ 3003)માં ભગવાં કપડાં પહેરેલી મહિલા સહિત 3 જણા મંદિરમાં મહંત રામકિશોરદાસ ગુરૂ જાનકીદાસને ચરસ-ગાંજાનો જથ્થો વેચવા આવ્યા હોવાની બાતમીને આધારે શનિવારે બપોરે રેડ કરી જાનકીદાસ મહારાજની ગાદીવાળી રૂમમાં તપાસ કરતાં મહંત રામકિશોરદાસ ગુરૂ જાનકીદાસ (મૂળ રહે.ભવાનીપુર, જિ.સીતામઢી, બિહાર) પાસેથી રૂ.1800નો 180 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જ્યારે સાધ્વી દુર્ગાપુરી પ્રેમસિંહ ચૌહાણ (રહે.મહાલ રાજગઢ, જિ. શિરમોર, હિમાચલ પ્રદેશ) પાસેથી રૂ.78,800નું 787 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. બંને સાથે રહેલા અશ્વિન પ્રેમસિંહ ચૌહાણ અને પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ (રહે. રાજગઢ, જિ.શિરમોર, હિમાચલ પ્રદેશ)ની પણ ધરપકડ કરી પોલીસે રૂ. 80,500નો ચરસ-ગાંજો, રૂ.66,070 રોકડ, 10 લાખની ગાડી, રૂ.12,500નો મોબાઇલ મળી કુલ રૂ.11,59,170નો મુદ્દામાલ કબજે લઇ એ ડિવિજન પોલીસ મથકમાં 4 વ્યક્તિઓ સામે એનડીપી એસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. માદક પદાર્થોનું વેચાણ અટકાવવા એસપી નિલેશ જાજડીયાની સૂચના મુજબ પીઆઇ પી.એસ. પરમાર, પીએસઆઇ એચ.એલ. ચાવડા, હે.કો.કેશરીસિંહ, અનિલભાઇ, કિરણકુમાર, બિપીનકુમાર સહિત કાર્યવાહીમાં જોડાયા હતા.સાધ્વી ચક્કર ખાઇને પડી જતાં સિવિલમાં સારવાર માટે લવાઇ હતી.

મહંત,સાધ્વી સહિત 4 શખ્સોને ચરસ સાથે ઝડપી કાર સહિત 11.59 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.તસવીર-પ્રમોદ શાહ

સાધ્વી દુર્ગાપુરી સવારે જ અંબાજી મંદિરે આવી હતી
પરામાં આવેલા અંબાજી મંદિરમાં સાધુ-સંતોની રોજબરોજ અવર જવર રહેતી હોય છે. સાધ્વી દુર્ગાપુરી પ્રેમપુરી શનિવારે સવારે જ કાર લઇને આવી હતી. જેની પાસેથી ચરસ મળી આવ્યું હતું.

મહંતના નિધન બાદ સેવક રામકિશોરદાસે ગાદી સંભાળી
પૌરાણિક અંબાજી મંદિરના મહંત જાનકીદાસ મહારાજ દેવલોક પામ્યા બાદ તેમના સેવક રામકિશોરદાસ મહારાજે મંદિરની ગાદી સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...