માતા-પિતાના આશીર્વાદ સંતાનના ઉત્કર્ષની સીડી

ઉત્સવ| મહેસાણા ઉપનગર જૈન સંઘમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણની ઊજવણી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - માતા-પિતાના આશીર્વાદ સંતાનના ઉત્કર્ષની સીડી
પર્યુષણ પર્વના પાંચમા દિવસે ઉપનગર જૈન સંઘમાં 24 મા તિર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં મહાવીર સ્વામીની માતાને આવેલા 14 સ્વપ્નોના દર્શનની ઝાંખી સાથે આચાર્ય વિજય મુક્તિવલ્લભ સૂરિશ્વરજીએ મહાવીર સ્વામીના જન્મની કથાનું શ્રાવકોને રસપાન કરાવવાની સાથે જીવનમાં માતા-પિતાના મહત્વ વિશેનો ખ્યાલ આપ્યો હતો.

શહેરના ઉપનગર જૈન સંઘમાં સોમવારે આચાર્ય વિજય મુક્તિવલ્લભ સૂરિશ્વરજીએ કહ્યુ હતું કે, ભગવાન મહાવીર સ્વામી માતાના ગર્ભસ્થ અવસ્થામાં માતૃભક્તિ અને તેમણે કરેલા તપ સહિતના પ્રસંગોની કથાનું શ્રાવકોને રસપાન કરાવ્યું હતું. આ ઉપરાંત આચાર્યજી કહ્યુ હતુ કે, વર્તમાન કાળમાં સંતાનો દ્વારા માતા-પિતાના અવિનય, અવજ્ઞા, અનાદર, અપમાન અને તિરસ્કાર થતાં જોવા મળે છે. ઉધ્ધત સંતાનો માતા-પિતાને અત્યંત અપમાનિત કરે છે. ચાર-ચાર દીકરાના મા-બાપ ઘરડાઘરમાં સબડે છે. માતા-પિતાના અસીમ ઉપકારોને સંતાનો વિસરી જાય છે.

માતા-પિતાના અંતરના આર્શિવાદએ સંતાનના ઉત્કર્ષની સીડી છે, તેમના દિલની હાય સંતાન માટેનો મોટો અભિશાપ છે. મહાવીર સ્વામીના જન્મ વાંચનનું પર્વ એ ખરો ફાધર્સ ડે અને મધર્સ ડે છે. દરેક સંતાને આત્મનિરીક્ષણ કરવાનું આ મહાપર્વ છે. મહાવીર સ્વામીના પારણાના દર્શન કરતાં દરેક સંતને માતા-પિતા પ્રત્યે થયેલા અપરાધોની ભીની આંખે અને હ્દયે ક્ષમા માંગવી જોઇએ અને હવે પછી માતા-પિતા પ્રત્યે ભગવાન અને ભગવતીની જેમ વ્યવહાર કરવા સંકલ્પબધ્ધ બનવુ જોઇએ.

પર્યુષણ પર્વના પાંચમા દિવસે ઉપનગર જૈન સંઘમાં 24 મા તિર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.

X
Mehsana - માતા-પિતાના આશીર્વાદ સંતાનના ઉત્કર્ષની સીડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App