• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - ક્રેડિટકાર્ડ હેક કરી રૂ.96 હજાર ઉપાડી લેનાર ગઠિયો ઝડપાયો

ક્રેડિટકાર્ડ હેક કરી રૂ.96 હજાર ઉપાડી લેનાર ગઠિયો ઝડપાયો

મહેસાણા SOGએ બે વર્ષ પૂર્વેનો ગુનો ઉકેલ્યો મહારાષ્ટ્રમાં રહેતા યુવકને મહેસાણાથી દબોચ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - ક્રેડિટકાર્ડ હેક કરી રૂ.96 હજાર ઉપાડી લેનાર ગઠિયો ઝડપાયો
બે વર્ષ પૂર્વે મહેસાણાની મહિલાના ક્રેડિટકાર્ડને હેક કરી ખાતામાંથી રૂ.96 હજારનું વિવિધ કંપનીઓમાં ટ્રાન્જેક્શન કરનારા ગઠિયાને એસઓજીએ મહેસાણાથી ઝડપી લીધો છે. મહારાષ્ટ્રમાં બેસીને સાયબર ક્રાઇમનો ગુનો આચરનાર શખ્સના પોલીસે રિમાન્ડની કાર્યવાહી કરી છે.

મહેસાણાના ભુપેન્દ્રકુમાર ભોગીલાલ સોનીનાં પત્ની રમીલાબેનનું મહેસાણા એકસીસ બેન્કમાં એકાઉન્ટ હતું. જે બેંકનું ક્રેડિટકાર્ડ ગત 18 જાન્યુઆરી, 2016ના રોજ અજાણ્યા વ્યક્તિએ હેક કરી ક્રેડિટકાર્ડ એકાઉન્ટમાંથી રૂ.4999 વિઝાબિલ, વોડાફોન મુંબઈ રૂ.2000 ઓકસીજન વોલેટ ગુરગાંવ સેલ્યુસન રૂ.90 હજાર પેયુમની ગુરગાંવ વિગેરે કંપનીઓમાં કુલ રૂ.96,999નું ટ્રાન્જેક્શન કર્યાનું ખુલ્યું હતું. આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

એસપી નિલેષ જાજડીયાએ એસઓજીને તપાસ સોંપતાં પીઆઇ એમ.ડી. ચંપાવત તથા પીએસઆઈ એચ.એલ. ચાવડા તથા સ્ટાફે ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં હાલ મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતો અને મહેસાણાના ટીબી રોડનો મનીષ લીલાધર ભંગાળેનું નામ ખુલ્યું હતું. જે મહેસાણા આવ્યો હોવાની બાતમીના આધારે ઝડપી લીધો હતો.

X
Mehsana - ક્રેડિટકાર્ડ હેક કરી રૂ.96 હજાર ઉપાડી લેનાર ગઠિયો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App